મેયર બીનાબેન આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું
શહેરના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં પાણી અને રસ્તા પ્રશ્ને ત્રાહિમામ પોકારી ગયેલા લતાવાસીઓ આજે રજુઆત કરવા માટે કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને મેયર બીનાબેન આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૨માં મવડી પ્લોટ વિસ્તારમાં રામધણ પાસે આવેલા વૃંદાવન પાર્કમાં ૪૨ પરીવારો વસવાટ કરે છે જેઓને મહાપાલિકા દ્વારા નિયમિત પાણી આપવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. સોસાયટીઓમાં રસ્તાઓની હાલત પણ ખુબ જ ખરાબ છે.
અહીં મેટલીંગ કરવા અંગે પણ રજુઆત કરાઈ છે છતાં તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. વૃંદાવન પાર્ક સોસાયટી, શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનનું પાણી આવતું નથી અને આવે તો ઓછુ અને અનિયમિત આવે છે જે સમસ્યા હલ કરવા રજુઆત કરાઈ છે.