સુજલામ સુફલામ જળ અભિયાનના પગલે ગુજરાતમાં સમૃધ્ધિના થયા પગરણ  ચોમાસાના પહેલા જ વરસાદે પોરબંદરના જળસંચય અભિયાનમાં ઉંડા ઉતારેલા તળાવો નવાનીરથી ભરાઇ ગયા

 “ મેઘમ્હેરથી અમારા ગામના તળાવમાં પાણી ભરાતાખેડૂતોને હૈયે હામ આવીજળસંયચ અભિયાન અમારા માટે ઉપકારક બન્યું છે

સુજલામ સુફલામ જળ અભિયાન થકી તળાવો ઉંડા કરતાં વધુ પાણી ભરાયું  હવે ખેડુતોને અને ગામને પાણીની અછત નહીં રહે

રાજય સરકારના જળસંચયના આગોતરા આયોજન થકી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના  જુણેજચોલીયાણા અને બાવળાવદરમાં  પહેલા જ વરસાદના નવાનીરથી હિલોળા લેતા તળાવો

વરસાદના વહી જતાં પાણીને સંચિત કરી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંચય થાય તથા ગામના પાણીના સ્ત્રોતો વધુને વધુ ઉંડા બને ખેતી સમૃધ્ધ થાય હેતુસર રાજય સરકારે ગત તા. ૧ મે ના રોજ શરૂ કરેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન થકી ગુજરાતના અનેક તળાવો, ચેકડેમોને ઉંડા કરવાની ઝુંબેશ ચલાવી હતી. જે અન્વયે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોરબંદર જિલ્લાના બગવદર ગામની મુલાકાત લઇને શ્રમદાન કરીને જિલ્લામાં ચાલી રહેલા સુજલામ સુફલામ જળઅભિયાનને વેગવાન કર્યો હતો. આ તકે તેમણે ઓણસાલ જિલ્લામાં સારો વરસાદ થશે તેવો આશા સાથેનો અણસાર વ્યકત કર્યો હતો. જે અક્ષરસઃ સાચો ઠર્યો છે. હાલ પણ જિલ્લામાં શ્રીકાર મેધરાજાની મ્હેર અવિરત ચાલુ છે. લોકસહયોગથી આખા માસ દરમિયાન કરાયેલા આ ભગીરથ પ્રયાસો ચોમાસાના પહેલા જ વરસાદ સાથે રંગ લાવી રહયા છે.

ચોલીયાણા તળાવ 1પોરબંદર જિલ્લાના લગભગ તમામ તળાવોમાં મેધમ્હેરને કારણે નવાનીરની આવક થતાં પાણી હિલોળા લે છે. લોકશક્તિના આ પરીણામલક્ષી કાર્યની સિધ્ધી લોકોના ચહેરા પર દેખાતા હરખમાં નજરે જણાઇ આવે છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના જુણેજ ગામના યુવા ગ્રામજન જુણેજા વિજય પોતાના ગામનું તળાવ પહેલા વરસાદમાં જ ભરાઇ જતાં રાજય સરકારની આ યોજનાને સાર્થક ગણાવતાં ઉમેરે છે કે આ યોજના થકી ગામનું તળાવ ઉંડુ કરવામાં આવતા અમારા ગામની પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે એટલું જ નહીં પણ ગામના ખેડુતો પણ વધેલા પાણીના સંગ્રહને કારણે હરખભેર ખેતીકામે લાગી ગયા છે. આ વર્ષે ખેતીમાં ઉત્પાદન નક્કી વધશે.

રાજય સરકાર અને તેમાંય ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની દુરંદેશીતાએ આ અભિયાન થકી જળશક્તિ અને લોકશક્તિના સમન્વયનો સાક્ષાત સાક્ષાત્કાર કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ૧લી મે ૨૦૧૮ થી શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના ૧ લાખ તળાવો સાથે ચેકડેમ અને કેનાલોની સાફ સફાઇ અને ઉંડા કરાવવાની કામગીરી કરાઇ છે.

બાવળાવદર તળાવ 2

રાજય સરકાર દ્વારા જળસંગ્રહ થકી જળશક્તિનો વ્યાપ વધારવાના અભિયાનને કારણે વર્ષાઋતુના પહેલા જ વરસાદે પોરબંદર જિલ્લાના ગ્રામ્યજીવનમાં સમૃધ્ધીના પગરણ થયાં છે.

કુતિયાણા તાલુકાના ચોલીયાણા ગામના ખેડૂતો ગામના તળાવમાં થયેલા જળસંગ્રહને દર્શાવતા જળસંચયની જરૂરીયાત અને સુજલામ સુફલામ યોજનાના પરીણામોને હરખભેર વર્ણવતા જણાવે છે કે આ અભિયાન થકી તળાવ ઉંડુ કરવામાં આવતા ગામને હજારો ગેલન પાણીનો વધુ સંગ્રહ થયો છે. હવે ખેડુતોને ખેતીમાં પાણીની અછત નહીં નડે અને ગ્રામજનો તથા પશુઓને પણ પુરતું પાણી ઉપલબ્ધ થશે.

ચોલીયાણા તળાવ 2

પોરબંદર જિલ્લાના કલેકટરશ્રી મુકેશ પંડ્યાએ જણાવ્યુ હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનમાં લોક ભાગીદારીથી કામો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં લક્ષ્યાંક કરતા સવાયો કામ કરીને ૧૧૧.૯૭ ટકા સિધ્ધિ હાસીલ કરી સમૃધ્ધ જળ વારસો પ્રાપ્ત થાય તે માટે સફળ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાની જન શક્તિની મહેનતને મેઘરાજાએ સાર્થક કરી તમામ ચેકડેમો અને તળાવો પાણીથી છલોછલ થઈ રહ્યા છે. જેના કારણે હવે ખેડુતોને ફાયદો થશે અને પાણીના તળ ઉચાં આવતા દરિયાઈ ક્ષારવાળો વિસ્તાર આગળ વધતો અટકશે અને જમીનની ફળદ્રુપતા વધશે.

જયારે કુતિયાણાના જ બાવળાવદર ગામના રહીશ ગરેજા વિરમભાઇ લોકોને જળસંયચનો નૂતન રાહ ચિંધવા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા જણાવે છે કે ચોલયાણા ધોરાજીના વાડી વિસ્તારમાં આવેલા જળસંચય અભિયાન અંતર્ગત ઉંડા કરાયેલ તળાવ પહેલાજ વરસાદે ભરાઇ ગયું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આ પરિણામલક્ષી કામગીરીની કારણે અમારા ગામના ખેતરોમાં આવેલ કુવાઓમાં પાણીની આવક થતાં કુવામાં નવા નીરની આવ શરૂ થઇ ગઇ છે. જેને કારણે પાછોતરા વરસાદની અપેક્ષા આ પાણીએ પૂર્ણ કરતાં ઓણ સાલ રે સારી એવી ઉપજ થશે.

એક તો આ કામગીરીને કારણે કાંપને ખેતરની જમીનમાં રૂપીયો પણ ખર્ચ્યા વગર નાંખવા મળી આથી જમીન વધુ ફળદ્રુપ બની સાથો સાથ આ ઉંડા કરાયેલા તળાવો અને ચેકડેમમાં પહેલાજ વરસાદે નવાનિરની આવકથી ભરાંતા હવે ખેતી માટે પાણીની સમસ્યા ભૂતકાળ બની આમ ખેડુતોને આ અભિયાન થકી બેવડો લાભ મળ્યો છે.

જુણેજ તળાવ 2 1

આમ રાજય સરકારની આ સુજલામ સુફલામ યોજના થકી તળાવો અને ચેકડેમો ઉંડા કરવાની કામગીરી ને કારણે પોરબંદર જિલ્લાના લગભગ બધાંજ તળાવો અને ચેકડેમો પહેલાંજ વરસાદે ભરાઇ ગયાં છે અને નવાનીર હિલોળા મારી રહયું છે. આ નીર થકી ખડૂતોની ખેતિ સમૃધ્ધ થશે, આવક બમણી થશે, સાથો સાથ રાજય સરકારની ગામડાને સમૃધ્ધ બનાવવાની નેમ પર પરીપૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.