ભ્રષ્ટાચાર મિટાઓ નવ ભારત બનાઓ વિષય પર સેમિનાર યોજાયો
પશ્ચીમ રેલવે રાજકોટ મંડલ પર સતર્કતા વિભાગ દ્વારા જાગૃતિ સપ્તાહ ઉજવાઇ રહ્યું છે. આ સપ્તાહ અંતર્ગત સતર્કતા જાગૃતિ સેમીનારનું આયોજન ડીઆરએમ ઓફીસ રાજકોટમાં કરવામાં અાવ્યું. આ કાર્યક્રમ ના અઘ્યક્ષ સ્થાને મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવે રહ્યા તેમણે જણાવ્યું કે આ કાર્ય પ્રણાલીમાં પારદર્શકતા જવાબદારી અને ઉતરદાવિત્ય નિભાવવું જોઇએ. ભ્રષ્ટાચાર મિટાઓ નવા ભારત બનાઓ વિષય પર આયોજીત આ સેમીનારમાં વીજીલન્સ અધિકારીઓ દ્વારા રેલવેની કાર્ય પ્રણાલીમાં પારદર્શિતા બનાવવાના ઉપાયો તથા તેને સુદ્દઢ કરવા પર વિચાર વ્યકત કરવામાં આવ્યો.
વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલી સમસ્યાઓ અને તેનાનિવારણ સંબંધી ચર્ચાઓ પણ કરવામાં આવી આ અવસરે ચર્ચ ગેટથી આવેલા એન્જીનીયર અજય પ્રધાન તથા ડેપ્યુટી મુખ્ય સતકર્તા અધિકારી સુભાષ ચંદર પણે હાજરી આપી.
આ સેમીનારમાં અપર મંડલ રેલ પ્રબંધક એસ.એસ. યાદવ, વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ મંડળ કાર્મિક અધિકારી આર.કે. ઉ૫ાઘ્યાય તથા સમસ્ત શાખાના અધિકારીઓએ ભાગ લીધો.