આદી અનંત શિવ….. મહાશિવરાત્રી ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રી પહેલા જ વડોદરા ની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાના ભક્તોને દર્શન થયા હતા. આ એક અવિસ્મરણીય નજારો હતો જે લોકોએ પોતાના કેમેરામાં કેપ્ચર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવ સ્થિત 111 કરોડની ઉંચી સર્વેશ્વર મહાદેવની મૂર્તિ બનાવવામાં આવી રહી હતી આ મૂર્તિ સુવર્ણ જડિત છે જેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આવનારી મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથની આ પ્રતિમાને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે ભક્તોને ભગવાને જાણે સાક્ષાત દર્શન આપીને આશીર્વાદ આપ્યા હોય તેવી રીતે આ પ્રતિમાનો નજારો જોવા મળ્યો હતો.
સમગ્ર રાજ્યમાં ઠંડીમાં રાહત વચ્ચે માવઠાનો માર છે ત્યારે બે દિવસથી જોરદાર પવન ફૂંકાતા મહાદેવની મૂર્તિ પર ઢાંકેલું કપડું ફાટી જવાથી શિવજીના મુખારવિંદ સહિત કેટલોક ભાગ દેખાવા લાગ્યો હતો તેથી કહી શકાય કે બદલતામાં વાતાવરણ મહાદેવ પોતાના દર્શન આપ્યા હતા. સત્યમ શિવમ સુન્દરમ ગ્રુપ દ્વારા શિવજીની આ પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સુખસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સુવર્ણ ઢોળ ચઢાવવાનું કામ જેટલા કેટલા સમયથી ચાલી રહ્યું હતું.
મહાદેવની મૂર્તિનું કામ પૂર્ણ થઈ છતાં તેને સફેદ કપડાથી ઢાંકીને રાખવામાં આવી હતી ત્યારે મહાદેવ એ દર્શન કરવા ઉત્સુક ભક્તોને જાણે દર્શન આપ્યા હોય તેમ મૂર્તિનો નજારો જોવા મળ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂર્તિ પર લગાવવામાં આવેલ કપડું ફાટી જતા પ્રતિમાના મુખ સહિતનો સુવર્ણ જડિત ભાગ દેખાઈ રહ્યો છે