નવરાત્રી આવી રહી છે. ત્યારે બધા યુવાઓ નવરાત્રીને આવકારવાની તૈયારીમાં લાગ્યા છે તો આ વર્ષે નવરાત્રીમાં એવું શું. નવું છે. એવું શું અલગ છે. જે આપણને ટ્રેડિશનલ લુક પણ આપે છે. અને બધાથી કંઇક અલગ પણ દર્શાવે છે. તો યુવતીઓ માટે આ રહ્યા એવા જેકેટ્સ જે એકનીક લુકની સાથે કંઇક અલગ દેખાવ પણ આપશે.
ટાઇની વેસ્ટ જેકેટ :
આ જેકેટ સીમ્પલ લુક આપે છે. જો તમે સીમ્પલ લુકમાં રહેવા માંગતા હો તો આ ટાઇની વેસ્ટ જેકેટ જ‚ર ટ્રાઇ કરો. સફેદ અથવા કોઇ લાઇટ રોડનાં પ્લેન કુર્તા અને પટિયાલા સાથે આ જેકેટ કંઇક અલગ જ અંદાજ દર્શાવે છે.
મિરર જેકેટ :
મિરર વર્ક એ આપણી ભાતીગણ સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. ત્યારે નવરાત્રીમાં મિરર જેકેટ કંઇક ગામઠી લુક આવે છે.
ફુલ સ્લીવડ જેકેટ :
નવરાત્રીમાં આ વર્ષે ધુમ મચાવવા આવી ગયા છે. આભલા વર્ક અને ભરત કામ વાળા ફુલ સ્લીવ જેકેટ, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. જેને સલવાર, સ્કર્ટ સાથે પહેરવાથી ખૂબ સંદર લાગે છે.
વુડન બટન જેકેટ :
વુડન બટન જેકેટ એક અનોખુ જ જેકેટ છે. કલર ફુલ પ્રીન્ટની સાથે ભરતકામ અને વુડન બટન કોડિયા જેવો લુક આપે છે. અને સૌનુ ધ્યાન આકર્ષિત કર્યા વગર રહેતુ નથી.
ટાઇ અપ જેકેટ :
નવરાત્રી પર સાદા કુર્તાને રીચ લુક આપવા માટે જરુરથી ટાઇ અપ જેકેટ ટ્રાય કરો.
ગુજરાતી પ્રીન્ટ જેકેટ્સ :
આ બધા જેકેટ સિવાય આપણુ ગુજરાતી પ્રીન્ટ વાળુ જેકેટ પણ છે. જેના રેગ્યુલર ગુજરાતી પ્રીન્ટ કરવામાં આવી હોય છે. પહેરવામાં પણ મસ્ત લાગે છે જેથી નવરાત્રીને ફુલ જોશમાં એન્જોય પણ કરી શકાશે.
તો આ હતા કેટલીક એવા જેકેટ્સ જે આપશે એથનિક લુક, એવાં કેટલીય યુવતીઓ છે. જેને ચણિયાચોલી પહેરવા અને સંભાળવાનો કંટાળો આવે છે તો તેના માટે ખાસ આ પ્રકારના જેકેટ્સ છે જે શર્ટ અને કુર્તા પર પહેરવાથી ટ્રેડિશનલ પણ લાગશે. અને કંફર્ટ પણ ફિલ થશે.