‘ઓ હો ગુજરાતી પ્લેટફોર્મ’ પર ધૂમ મચાવશે ‘ઓ કે બોસ’
‘ઓ હો ગુજરાતી પ્લેટફોર્મ’માં 10મી જુલાઇથી બે જીગર જાન મિત્રોના સુખ દુ:ખની દાસ્તાનનો ભાવુક અનુભવ કરાવતી ‘ઓ કે બોસ’નું આજે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ શ્રેણી 10 જુલાઇથી પ્રસારિત થશે.
કેવલ મિસ્ત્રી નિર્દેશન અને અભિનવ વેદ દ્વારા લખાયેલી આ શ્રેણીને 5 સપ્તાહમાં પ્રસારણ કરાશે. ધવલ અને મયંકના રીલ પાત્રમાં અર્જવ ત્રિવેદી અને દેવર્ષિ શાહએ અભિનેય કર્યો છે. જૂનાગઢનો ધવલ મહેનતકસ અને કમાઉ યુવાન અને કારર્કિદી બનાવવાના સ્વપ્ન જોઇને તેને સાર્થક કરવાની ધગસ ધરાવે છે અને આથી જ તે વતનમાં આવી શકે તેમ નથી. આ જ રીતે મયંક પણ અમેરિકા જવાનું સ્વપ્નું જોવે છે. મયંકના અનેક પરિચિતો અમેરિકામાં વસે છે.
‘ઓ કે બોસ’ આ બંને પાત્રોના જીવનની દાસ્તાન જણાવે છે. મિત્રતાના અતૂટ બંધનમાં કોલેજ કાળથી સાથે રહેલાં બંને મિત્રો જીવનમાં ઘણા આગળ નીકળી ગયાં છે. પરંતુ મયંક જ્યારે બોસ બન્યો અને ધવલને તેનો અનુસરણ કરવાનું આવ્યું ત્યારે કેટલીક વિતમણાં ઉભી થઇ આ દરમિયાન આરોહી પટેલ દ્વારા અભિનિત પાત્ર મેઘાનું આગમન થયું. જે નટખટ, રમતીયાળ અને ભાવુક બતાવવામાં આવ્યું છે. મિત્રો વચ્ચે ઉભી થતી સમસ્યા, ગેરસમજને નિર્દોષ ભાવે ઉકેલવાનું મેઘા સતતપણે પ્રયાસ કરતી રહે છે. ધવલ અને મયંકની દોસ્તીની આ દાસ્તાનનું ટ્રેલર https://youtu.be/MwAU-RHZgpYપર જોવા મળશે. ‘ઓ હો ગુજરાતી પ્લેટફોર્મ’ દેશના ઓટીટીમાં ખૂબ જ લોકપ્રિય બનતું જાય છે. ગુજરાતી ક્ધટેન સાથે સારી વાર્તાઓ અને વેબ સિરિઝોથી ઓ હો ગુજરાતીએ મોટા પ્રમાણમાં પોતાનો પ્રેક્ષક વર્ગ ઉભો કર્યો છે. ઓ કે બોસ અને અન્ય વેબ સિરીઝ ઓ હો ગુજરાતી એપ્લીકેશન પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
ઓ હો ગુજરાતી વિશે જાણો
ઓ હો ગુજરાતી ભારતનું પ્રિમીયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ તરીકે જાણીતું બન્યું છે. સિનેમેન પ્રોડક્શન એન્ડ એ.એમ.પી. ખુશી એડવટાઇઝીંગના સહ સ્થાપક અભિષેક જૈન અને પ્રણેય શાહ એક આગવી સુઝબૂઝ ધરાવતાં ફિલ્મો, શોર્ટ ફિલ્મ, વેબ મીની સીરીઝ, ડોક્યુમેન્ટરી, નાટકો, સંગીત, વિડિયો અને મનોરંજનના વિવિધ વિષયના સર્જન માટે એક આગવું વિઝન ધરાવે છે. ‘ઓ હો ગુજરાતી’ વાર્તાકારોને પોતાનું સ્વપ્નુ પુરૂ કરવા પણ ઇઝન આપે છે. ઓ હો ગુજરાતીનું મુખ્ય હેતુ કૌશલ્યને બહાર લાવી જીવનની રોચક બાબતોને ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગી કરીને દર્શકો સમક્ષ મુકવાની નેમ છે.