વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. અત્યાર સુધી આ ઘટનાની પૃષ્ઠભૂમિ પર ‘ચાંદ બુઝ ગયા’, ‘પરઝાનિયા’, ‘ફિરાક’ જેવી ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો બની છે.

  • ગુજરાતમાં બનેલી ઘટના પર આધારીત ફિલ્મનું ટિઝર આઉટ

  • ગોધરા – એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી નું ટિઝર રિલીઝ કરાયું

  • આ ફિલ્મ 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે

આ ઘટનાના 22 વર્ષ બાદ ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું છે.

ફિલ્મ 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે

‘એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા’નું નિર્દેશન એમકે શિવાક્ષ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝરને શેર કરતી વખતે મેકર્સે લખ્યું, ‘ગોધરાનું ટીઝર હવે આવી ગયું છે. શું તે અકસ્માત હતો કે કાવતરું, કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો.

ફિલ્મમાં રણબીર શૌરી, પંકજ જોશી જેવા પ્રતિભાશાળી કલાકારો

આજે પણ દર્શકોને વર્ષ 2002 બહુ સારી રીતે યાદ હશે. ગુજરાતમાં આ દુ:ખદ ઘટનાનો ભોગ બનેલા લોકોની વાસ્તવિક ફિલ્મ 1 માર્ચ, 2024 ના રોજ મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં રણબીર શૌરી, પંકજ જોશી જેવા પ્રતિભાશાળી કલાકારો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.