રાફેલ વિમાનને લઈને દેશમાં સંસદ સુધી હોબાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં જોવા મળી રહ્યો છે. હાલ આ વિમાનની પહેલી તસવીર સામે આવી છે. આ ફાઈટર પ્લેન ફ્રાંસ પાસેથી ભારતને મળવાનું છે.
રાફેલની ખાસિયત
– આ જેટ પ્લેનની ખાસિયત છે કે આ અનેક પ્રકારનાં રોલ નિભાવી શકે છે.
– હવાથી હવામાં માર કરી શકે છે. હવાથી જમીન પર પણ આક્રમણ કરવામાં સક્ષમ છે.
– રાફેલ પરમાણુ બોમ્બ ફેંકવામાં પણ સક્ષમ છે.
– આમાં ખાસ ઈલેકટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ લાગેલી છે જેનાથી દુશ્મનોને લોકેટ કરી શકાય છે. તેઓના રડાર પણ જામ કરી શકાય છે.
#Visuals: First look of the #Rafale jet for the Indian Air Force, from the Istre-Le Tube airbase in France pic.twitter.com/Qv4aJdgjI7
— ANI (@ANI) November 13, 2018
– રાફેલમાં ખાસ સિસ્ટમ છે જે દુશ્મનોના ક્ષેત્રમાં લડાઈ કરી પરત ફરવામાં પણ મદદ કરી શકે છે. એટલે કે ઘણું મજબૂત અને ટેકનિકલ રીતે અપગ્રેડેડ જેટ છે.
– આ જેટ એટલું ફ્લેક્સિબલ છે કે ઓછામાં ઓછી ઉંચાઈથી લઈને વધુમાં વધુ ઉંચાઈ સુધી બંને જ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ એકશન લઈ શકે છે.
– એટલું જ નહીં જેટની અંદર METEOR અને SCALP જેવી મિસાઈલ પણ તહેનાત કરી શકાય છે.
– દસ્તાવેજો મુજબ 36 રાફેલ વિમાનની ડીલ મોદી સરકારે 59,000 હજાર કરોડ રૂપિયામાં કરી છે.