તંબુરો નારદ મુનીથી માંડીને મીરાબાઈ અને નરસિંહ મહેતા સાથે જોડાયેલુ વાદ્ય છે. સદીઓથી પ્રચલિત એવા તંબુરા સાથે વડોદરાનુ નામ અનોખી રીતે જોડાયુ છે.
વડોદરામાં દુનિયાનો સૌથી મોટો તંબુરો બનાવવામાં આવ્યો છે. વાંજીત્રો બનાવતા ધવલ મિસ્ત્રીએ ચાર દિવસમાં 12 ફૂટનો તંબુરો બનાવ્યો છે. જેના તુંબડાનો ઘેરાવો 12 ઈંચનો છે. આ તુંબડુ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યુ હતુ.
તંબુરો ગુજરાતનો લોકવાદ્ય પણ ગણાતુ હોવાથી આ તબુરો ગુજરાત સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક મંત્રીની હાજરીમાં તંબુરાને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.