રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુી જાહેરમાં કોઈપણ સ્ળે ફેકવા પર પ્રતિબંધ કરેલ હોવા છતાં અમુક આસામી/દુકાનદારો દ્વારા જાહેર રસ્તામાં, મુખ્ય માર્ગોમાં તેમજ સર્કલમાં કચરો, એંઠવાડ, ફેકવામાં આવતા નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ પ્રતિબંધીત પ્લાસ્ટીક બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે.
વન વીક વન રોડ સફાઈ ઝુંબેશના ભાગરૂપે કમિશનરના આદેશ અન્વયે વેસ્ટઝોન ખાતે આવેલા કાલાવડ રોડ પર આજરોજ વન-ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલાવડ રોડની સફાઈ કુલ ૨૪ સફાઈ કામદારો તેમજ ૧ ટ્રેકટર ૧ કારગો સો રાખીને ઝુંબેશ રૂપે સફાઈ કામગીરી કરવામાં આવેલ છે.
કાલાવડ રોડ સફાઈ યા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ તેમજ ડસ્ટબીન ન રાખવા સબબ અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરવા સબબ કુલ ૩૬ આસામીઓ પાસેી કુલ રૂપીયા ૨૨,૦૭૦/- (બાવીસ હજાર સીતેર) વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ કુલ ૨૯ ડસ્ટબીન ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલ (પ્રતિ ડસ્ટબીન રૂપીયા ૫૧૭) અને ૧૨ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ. ઉપરોકત કામગીરીમાં મુખ્યત્વે ઓનેસ્ટ, રામકૃપા ડેરી, શારીકા મેડીકલ, ગોકુલ ડેરી, ટી પોસ્ટ, આશિર્વાદ સ્ટોર, શ્રીજી મેડીકલ, બ્લુ ડાયમન્ડ, વન સેન્ટર સ્ટોર કાલાવડ રોડ પર આવેલ ૩૬ જેટલી પાનની દુકાનોમાં પ્લાસ્ટીક તેમજ ડસ્ટબીન ન રાખવા સબબ વહીવટી ચાર્જ વસુલ કરેલ.
ઉપરાેકત કામગીરી કમિશ્નર તેમજ નાયબ કમિશ્નર જાડેજાના હુકમ અન્વયે નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વીજયસિંહ તુવરની હાજરીમાં આસી. ઈઝનેર ભાવેશભાઈ ખાંભલા અને સેનેટરી ઈન્સ્પેકટર કેતન લખતરીયા, મૌલેશ વ્યાસ, નિલેશ ડાભી, ભાવેશ ઉપાધ્યાય, મયુરભાઈ, નીતિનભાઈ, વિશાલભાઈ દ્વારા કરવામાં આવેલ છે.