ગિરના સિંહોમાં ફેલાયેલા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ રોગચાળાના કારણે ત્રણ માસમાં ૨૩ સિંહોના મૃત્યુ થતા સંવેદનશીલ રૂપાણી સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય

સૌરાષ્ટ્રની ઓળખ સમાન બની ગયેલા એશિયાઈ સિંહો તેના આખરી સરણ સ્થાન એવા ગિરના જંગલમાં સલામત રહે તે માટે સરકાર સતત ચિંતિત છે. સિંહોને ગિરના જંગલમાં ખોરાકથી માંડીને પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધા મળી રહે અને સિંહોની વસ્તી વધી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થતા રહે છે. માનવીની જેમ સિંહો સહિતના તમામ પશુ પક્ષીઓને વિવિધ રોગચાળાનો સામનો કરવો પડે છે આવા રોગચાળામાં સિંહોના મૃત્યુ ન થાય તે માટે સરકાર તેમના આરોગ્યની તપાસણી પણ કરતી હોય છે. ચાલુ વર્ષના પ્રારંભથી ગિરના જંગલમાં ૨૩ સિંહોના કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ નામના રોગથી મૃત્યુ થયાનું બહાર આવવા પામ્યું હતુ જેથી, ચોકી ઉઠેલી રાજય સરકારની સંવેદનશીલ રૂપાણી સરકારે તુરંત પગલા લઈને ભૂતકાળમાં આવા રોગચાળા સમયે સિંહોને બચાવનારા વોરીયર ગણાતા આઈએફએસ અધિકારી અંશુમાન શર્માની ગિરમાં નિમણુંક કરી છે.

ચાલુ વર્ષનાં જાન્યુઆરી માસથી ત્રણ માસના સમયગાળામાં પૂર્વ ગિરનાર જંગલના તુલસીશ્યામ જસાધાર અને હડાળા વન વિસ્તારમાં ૨૩ સિંહોના મૃત્યુ થયા હતા સિંહોના મૃતદેહોની વનવિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવતા આ સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા આ વાયરસના સિંહોમાં સતત છીંક અને ખાસી આવવી, આંખ અને નાકમાંથી જાડી લાળ નીકળવી, તાવ, સુસ્તી અને અચાનક ઉલ્ટી થવી, ઝાડા થવા, ભૂખ ઓછી લાગવી વગેરે લક્ષણો જોવા મળ્યા હતા જેથી ચોંકી ઉઠેલી રાજય સરકારે ભૂતકાળમાં ગીરના જંગલમાં ફેલાયેલા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે સીડીપીના રોગચાળા અને અસરકારક કામગીરી કરનારા ડો.અંશુમાન શર્માની તુરંત પૂર્વ ગિરનાર ડીસીએફ તરીકે નિમણુંક કરવાનો હુકમ કર્યો છે.

photo 1

ઈન્ડીયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે આઈએફએસની ૨૦૦૮ બેંચના અધિકારી એવા ડો. અશુંમાન શર્માનું ગિરમાં પ્રથમ પોસ્ટીંગ ફેબ્રુઆરી ૨૦૧૨માં કરવામાં આવ્યું હતુ ઓકટોબર ૨૦૧૮માં ગિરના દલખાણીયા રેન્જમાં સીડીવી રોગચાળો ફાટી નીકળ્યો હતો તેના કારણે ૨૩ સિંહોના મૃત્યુ થવા પામ્યા હતા ત્યારે રાજય સરકારે ડો. શર્માને રોગચાળામાંથી સિંહોને ઉગારવાની ખાસ જવાબદારી સોપી હતી ડો. શર્માએ સિંહોના આ રોગચાળા સામે અસરકારક કામગીરી કરી હતી જેના કારણે આ રોગચાળાનો ચેપગ્રસ્ત થયેલા

સિંહો ચેપમુકત થયા હતા જયારે બીજા સિંહોને આ ચેપ લાગવાથી બચાવી શકાયા હતા. જે બાદ વર્ષ ૨૦૧૫માં તેમની ગિરના જંગલમાંથી અન્યત્ર બદલી કરાયી હતી હાલમાં ડો. શર્મા બનાસકાંઠાના વાઈલ્ડલાઈફ ડીવીઝનમાં ડીસીએફ તરીકે કાર્યરત છે.

ડો. શર્માની પૂર્વગિરમાં ડીસીએફ તરીકે નિમણુંક થવાથી વન્યજીવ એકિટવીસ્ટોમાં આનંદની લાગણી ફેલાય જવા પામી છે. ડો. શર્માને ભૂતકાળમાં સિંહોમાં આવેલા આ સીડીવી રોગચાળા સામે કામગીરી કરવાનો અનુભવ હોય તેમના અનુભવનો લાભ હાલના રોગચાળાના સમયમાં કામ લાગશે તેવી આશા વ્યકત કરી હતી ઉલ્લેખનીય છે કે સિંહોમાં સીડીવી રોગચાળો ફેલાય રહ્યો હોયં ત્યારે ગીરના જંગલમાં વનવિભાગની અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય સિંહોને રોગમુક્ત કરવાની કામગીરીમાં ઢીલાશ વર્તાતી હતી જેથી કેટલાક વન્યજીવ એકટીવીસ્ટોએ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને એશિયાટીક સિંહોને બચાવવા તુરંત અધિકારીઓની ખાલી જગ્યા ભરવા પત્ર લખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.