૪૦૦ કરોડના મત્સ્યોદ્યોગમાં થયેલા કૌભાંડના પગલે પરસોત્તમ સોલંકી સહિત દિલીપ સંઘાણીની પણ કરાઈ પુછપરછ
ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોના એક વિશેષ કોર્ટ દ્વારા ગુજરાતના મંત્રી પરસોત્તમ સોલંકી વિરુધ્ધ જામીનપત્ર વોરંટ ઈસ્યુ કર્યો છે. કારણ કે, મત્સ્યોદ્યોગમાં ૪૦૦ કરોડના થયેલા કૌભાંડના કેસમાં તેઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં ન હતા. ત્યારે વિશેષ અદાલતના ન્યાયાધીશ આર.એમ.વોરાએ પરસોત્તમ સોલંકી વિરુધ્ધ વોરંટ ઈસ્યુ કર્યો હતો અને આગલી સુનાવણીની તા.૨ માર્ચ પણ આપવામાં આવી હતી. ત્યારે પરસોત્તમ સોલંકીએ પોતાનો વોરંટ રદ્દ કરાવવા માટે અદાલતનો સંપર્ક સાધવો પડશે તે વાત પણ નકકી છે. ત્યારે પરસોત્તમ સોલંકીની સાથો સાથ એન્ટી કરપ્શન બ્યુરો અદાલતે પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી વિરુધ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે.
લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે મત્સ્યોદ્યોગના મંત્રી પરસોત્તમ સોલંકી વિરુધ્ધ વોરંટ ઈસ્યુ થયો છે ત્યારે એ પણ જોવાનું રહ્યું કે તેની અસર આવનારી લોકસભાની ચૂંટણી પણ ભાજપ પર કેવી પડે છે. કારણ કે મત્સ્યોદ્યોગમાં થયેલા ૪૦૦ કરોડના કૌભાંડમાં જયારે અદાલતમાં તારીખ આવી હોવા છતાં મંત્રી હાજર ન રહેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વિશેષ અદાલતમાં તેમની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે પરસોત્તમ સોલંકીને આગામી ૨જી માર્ચે કેસની સુનાવણીની તારીખ આવી છે ત્યારે પોતાના વિરુધ્ધ વોરંટ જે ઈસ્યુ થયો છે તેને રદ્દ કરવા મંત્રીએ કોર્ટ સમક્ષ હાજર થવું પડશે અને કોર્ટનો સંપર્ક કરવો પડશે.