ચુંટણી પંચ ભારત સરકાર ગુજરાત સરકાર તથા કલેકટર ચુંટણી શાખા રાજકોટ દ્વારા આગામી વર્ષમાં આવનાર સામાન્ય ચુઁટણીઓને મઘ્યે નજર રાખી જીલ્લાની તમામ મતદાર સાક્ષરતા કલબની પ્રવૃતિઓ કરતી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં સંપૂર્ણ મતદાન, મતદાન પ્રક્રિયા, મતદાર નોંધણી, વિગેરે બાબતોથી નાગરીક તરીકે સાક્ષર કરવા હેતુ મતદાર સાક્ષરતા કલબ અને જાગૃતિ વિષયક કાર્યક્રમોનું આયોજન થયેલ છે.
મતદારોને જાગૃત કરવા ચુંટણી પંચ ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા
રસપ્રદ માહીતી સભર મોડયુલ બુક બનાવવાના આવી છે. જે
અનુસંધાને ચુંટણી પંચતરફથી રાજકોટ જીલ્લા માટેના તાલીમ બઘ્ધ માસ્ટર ટ્રેનર તરીકે શિક્ષણ
તજજ્ઞ પિયુષ હિન્ડોચા તથા અરુણ દદેની નિમણુંક કરવામાં આવેલ છે.