સ્વાદુપિંડનું કેન્સર ફેફસાની સાથે હાડકાને પણ અસર પહોંચાડે છે !!!
માનવ શરીરમાં અનેક પ્રકારના કેન્સરના કણો રહેલા છે ત્યારે કેન્સરથી બચવા લોકોએ પોતાના જીવનશૈલીમાં ફેરફાર કરવો ખુબજ જરૂરી છે. જો આ કરવામાં લોકો સફળ થશે તો તેના ઘણા ફાયદા લોકોને મળતા રહેશે. ત્યારે આજે લોકોમાં જાગૃતાનો અભાવ હોવાના કારણે તેઓ સ્વાદુપિંડના કેન્સરનો ભોગ બને છે. અને સ્વાદુપિંડના કેન્સરના કર્ણ અન્ય અંગોને પણ અસરકરતા સાબિત થાય છે. જે લોકોને માંદગી, વજન ઘટવો, આંખ પીળી થવી તે પ્રકારની કોઈ અસર જોવા મળે તો તે સ્વાદુપિંડના કેન્સરની નિશાની છે.
તબીબોના જણાવ્યા અનુસાર પ્રારંભિક તબક્કે સ્વાદુપિંડના કેન્સરના ચિહ્નો શોધવા મુશ્કેલ છે. સ્વાદુપિંડના કેન્સરના નિદાનમાં કેટલો વિલંબ થયો છે તેના આધારે દર્દીનો જીવિત રહેવાનો દર ઘણીવાર સમાપ્ત થાય છે. જ્યારે દર વર્ષે સ્વાદુપિંડના કેન્સરના બહુ ઓછા કેસો જોવા મળે છે, ત્યારે આ લક્ષણોને યાદ રાખવું અને તેમને ધ્યાનમાં રાખવું વધુ સુરક્ષિત છે, માત્ર કિસ્સામાં. તે માત્ર સ્વાદુપિંડના કેન્સરના ઝડપી નિદાનમાં જ મદદ કરશે નહીં, પરંતુ તે સ્વાદુપિંડની ગાંઠની મેટાસ્ટેટિક પ્રકૃતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
તબીબોના જણાવ્યા મુજબ સ્વાદુપિંડનું કેન્સર જ્યારે કોઈ લોકોમાં જોવા છે તે પૂર્વે કોઈ પણ પ્રકારના કેન્સરને લગતા લક્ષણ જોવા મળતા નથી જ્યારે લોકોને તપાસ કરવામાં આવે ત્યારે જ તેનો અંદેશો આવતો હોય છે. સ્વાદુપિંડનું કેન્સર લીવર બાદ ફેફસા સુધી પણ પહોંચે છે અને બહુ ઓછા કિસ્સામાં તે હાડકા સુધી પહોંચે છે.
કોને સ્વાદુપિંડનું કેન્સર થઈ શકે છે
સ્વાદુપિંડનું કેન્સર થવાના અનેક કારણો હોય છે જેમાં પ્રથમ તો એકે જે લોકો સતત સિગરેટનું સેવન કરતા હોય અથવા કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતા હોય અથવા કોઈ વ્યક્તિને સ્વાદુપિંડની તકલીફ હોય અથવા કોઈ ફેમિલી હિસ્ટ્રી સ્વાદુપિંડ ને લગતી હોય તે તમામ લોકોને સ્વાદુપિંડનું કેન્સર થઈ શકે છે. લોકોએ પોતાની જીવન શૈલીમાં યોગ્ય બદલાવ લાવવો એટલો જ જરૂરી છે જો આ કરી શકવામાં તેઓ સક્ષમ અથવા સફળ બને તો તેઓ સ્વાદુપિંડના કેન્સરથી બચી શકે છે.
ક્યાં લક્ષણોથી ખ્યાલ આવે કે સ્વાદુપિંડનું કેન્સર ‘ઉદર’ સુધી પહોંચ્યું
જ્યારે કોઈ વ્યક્તિને પેટના ભાગે અથવા પેટના નીચેના ભાગે દુખાવો થતો હોય, બીમાર રહેતા હોય, વજન ઓછો થતો હોય અને પાચન શક્તિમાં ઘટાડો થાય સહિત આ તમામ લક્ષણો સ્વાદુપિંડનું કેન્સર ઉદર સુધી પહોંચવાના છે. જેને તબીબી તપાસ કરાવી અનિવાર્ય છે.
ફેફસા સુધી સ્વાદુપિંડનું કેન્સર પહોંચે તો કેવી અસર સામે આવે ?
સ્વાદુપિંડનું કેન્સર સર્વપ્રથમ ફેફસા સુધી પહોંચે છે ત્યારે જો આ કેન્સરના કણ ફેફસાં સુધી પહોંચ્યો હોય તો લોકોને સતત શરદી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં ઇન્ફેક્શન થવી, લોહીનો કફ નીકળવો સહિતના પ્રશ્નો ઉભા થાય છે.
લોકોએ પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવવો અનિવાર્યે
ધૂમ્રપાન એ મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે જે સ્વાદુપિંડનું કેન્સર થવાની સંભાવનાને વધારી શકે છે. જો તમને જોખમ ન હોય તો પણ, વધુ પડતી તમાકુનો સંપર્ક તમારા સામાન્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.સંતુલિત આહાર લેવાથી શરીરની ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. તે ખાતરી કરી શકે છે કે તમારું શરીર સામાન્ય રીતે કાર્ય કરે છે અને ઝેર બહાર કાઢે છે. નિયમિત સમયાંતરે ખોરાક લેવાથી અલ્સર અને એસિડિટી પણ દૂર રહે છે.દૈનિક કસરત તમારા મન અને શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે.
સ્વાદુપિંડનું કેન્સર જો હાડકા સુધી પહોંચે તો કયાં પ્રકારની તકલીફ ઉદભવે ?
સ્વાદુપિંડનું કેન્સર ફેફસા બાદ લોકોના હાડકાને પણ અસર પહોંચાડે છે અને જો કેન્સર હાડકા સુધી પહોંચ્યું હોય તો લોકોને દુખાવો થવો, આરામ કરતી વખતે બેક પ્રોબ્લેમ થવો, હાડકા નબળા પડવા અને શરીરમાં અને લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થવું આ લક્ષણો જોવા મળી શકે છે.