વીટામીન બી12 અને વિટામિન ડી ની ખામી આંખોની રોશની છીનવી શકે છે!!!

આંખ એ શરીરનું સંવેદનશીલ અંગ છે.જ્યારે આપણે આંખમાં થતા દુખાવા વિશે વાત કરીએ છીએ, ત્યારે અસરગ્રસ્ત વ્યક્તિને બળતરા કે દુખાવાનો અનુભવ થાય છે.તેમાંથી કેટલાક ઇન્ફેક્શન હળવા હોય છે, પરંતુ અન્ય વધુ ગંભીર પણ હોઈ શકે છે. આંખનો ચેપ એટલે કે ઇન્ફેક્શન વિવિઘ કારણોને લીધે થઈ શકે છે. જો તેની તકેદારી સમયસર રાખવામાં ન આવે તો વ્યક્તિને પોતાની દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

વઘુમાં કોરોના કાળ બાદ મયુકરમાઇકોસિસ જેવી ફૂગ, દર્દીઓને આપવામાં આવતા વધુ પડતાં સ્ટીરોઇડને કારણે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. જે પણ આંખોને અસર કરે છે. આ સિવાય ઇ12 તેમજ વિટામિન ડીની ખામી પણ આંખો માટે ખૂબ જ હાનિકારક હોય છે.

Screenshot 4 34

આંખમા ચેપ વધી જાય તો વ્યક્તિને દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવી શકે: ડો ધર્મેશ શાહ (અર્હમ આઈ હોસ્પિટલ)

અર્હમ આઈ હોસ્પિટલના ડો ધર્મેશ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  આંખના ઇન્ફેક્શન બે પ્રકારના હોય છે કે જે માઈનોર  કે મેજર હોય શકે. માઈનર ઇન્ફેકશન એટલે કે વાયરસને કારણે ફેલાતા ચેપ કે જેનું નિદાન થોડા સમયમાં થઇ જતુ હોય છે પરંતું કીકીમાં થતું ઇન્ફેક્શન એટલે કે ચેપ વધુ ગંભીર હોય છે. જેની સારવાર તાત્કાલિક ધોરણે ડોકટર પાસે કરાવવી જોઈએ. મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ફેક્શનની સારવાર વિષેની સજાગતા ન હોવાથી ઊંટવૈધ પાસે કણું કઢાવતા હોય કે જે ઇન્ફેક્શનને નોતરે છે. આંખમાં જ્યારે ખાસ કરીને ફૂલ્લું થઈ જાય ત્યારે ડો ને તાત્કાલિક દેખાડવું જોઈએ.

એટલે કે આંખમાં જયારે રસી થાય અને ત્વરીત સારવાર જો દર્દીને નથી મળતી તો વ્યક્તિને દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લેન્સ પેહરતા લોકોએ ખાસ કાળજી રાખવી જેથી આંખને ઇન્ફેક્શન ના લાગે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ચક્ષુદાન એ માનવતાનું કાર્ય છે ,એક ચક્ષુદાન થી ચાર કોર્નીયા ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.

Screenshot 5 32

ડાયાબીટીસના દર્દીઓમાં મોતિયો આવવાનો અને દ્રષ્ટિ ગુમાવવાનો ભય વધુ: ડો.વસંત સપોવડિયા (નેત્રદીપ હોસ્પિટલ)

નેત્રદીપ હોસ્પિટલના ડો વસંત સપોવડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેઆંખ એ શરીરનું નાજૂક અવયવ છે અને જો તેની તકેદારી ના લેવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવે છે. પાંપણના વાળથી માંડી ને આંખની કીકી સુઘી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન આંખમાં ફેલાતા હોય છે. જેમાં પણ આપણા દેશમાં બાળકોને નાનપણથી આંજણ લગાવતા હોય વાસ્તવમાં એ આંખ માટે હાનીકારક ગણાય છે.

જે આંજણી ફેલાવાનું એક માધ્યમ બને છે. ડાયાબીટીસ એક એવો રોગ છે કે જે શરીરના કોઇપણ અવયવને અસર કરે છે જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓ સમયસર આંખની તપાસ કરાવવી જોઇએ. જેથી મોતિયો આવવાનો ડાયાબીટીક દર્દીઓમાં વધુ જોવા મળતું હોય છે. એટલે જોવામાં તકલીફ પડે તો તરત જ ડોકટરની સલાહ લેવી જોઈએ.

Screenshot 6 22

 (કોમ્પ્યુટર વિઝન સિંડ્રોમ) કોમ્પુટર, ફોનના વધુ ઉપયોગને કારણે આંખમા સુખાશ વધે: ડો અનિમેશ ધ્રુવ (ધ્રુવ  હોસ્પિટલ)

ધ્રુવ આઈ હોસ્પિટલના ડો અનિમેશ ધ્રુવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાતાવરણને કારણે ફેલાતા વાયરલ ઇન્ફેક્શન કે જે આંખની બહારના  ભાગમાં ફેલાતા હોય તે એટલા ગંભીર હોતા નથી પરંતું આંખની કીકીમાં ફેલાતા ચેપ કાયમ માટે આંખમાં ફુલ્લુ રાખી શકે. આંખ લાલ, ખટકવી વગેરે જેવા લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે નિષ્ણાંત પાસે સારવાર લેવી જોઈએ. આંખમાં ઘણી બધી પ્રકારની લેઝર થી સારવાર થતી હોય છે કે ક્યારેય આંખોને નૂકશાન પોહચડતા નથી. એમાં પણ ખાસ કરીને ડાયાબિટીસવાળા

દર્દીઓને આંખના ચેપ લાગવાનો ભય વધુ રહેતો હોય છે. વિશ્વમાં મોટું અંધત્વનું પ્રમાણ ડાયાબિટીસના દર્દીઓમાં હોય છે. લાંબો સમય સ્ક્રીનના ઉપયોગ કે જેને કોમ્પ્યુટર વિઝન સિંડ્રોમને કારણે આંખનું પટપટવાનું ઓછું થતુ હોય છે જેને કારણે આંખોમાં સુખાસ આવે છે. જે આંખને તકલીફ પોહચડનારું મોટું પરિબળ છે. જેના માટે નિયમિત કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.