ટેલિગ્રામના વપરાશકર્તાઓ માટે 460 રૂપિયાનું પ્રિમિયમ પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યું: ચેટ, મીડિયા અને ફાઇલ અપલોડ માટે વધુ મર્યાદા અપાઇ
ઇન્સ્ટેન્ટ મેસેજીંગ એપ કેટેગરીમાં વ્હોટએપ્પ બાદ જો કોઇ એપની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે ટેલીગ્રામ. આ એપ સતત પોતાના ફિચર્સ અને વધતા યુઝર્સના કારણે વ્હોટએપ્પને ટક્કર આપી રહી છે. રેસમાં ટકી રહેવા માટે ટેલીગ્રામ સતત કેટલાય નવા ફિચર્સો લઇને આવી છે. આ કડીમાં ટેલીગ્રામે એક સાથે કેટલાય નવા ફિચર્સો લોન્ચ કર્યા છે. જે વપરાશકર્તાઓ માટે ખૂબ જ સુરક્ષિત છે માટે હવે ટેલીગ્રામ એપ વ્હોટએપ્પ માટે “ચેતવણી” સમાન બન્યું છે.
ટેલીગ્રામમાં હવે પ્રાઇવેટ ચેટ જે વ્હોટએપ્પથી ખૂબ જ અલગ છે અને તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ સારૂં ફિચર્સ છે. આ ફિચર્સમાં કોઇપણ મેસેજ ફોરવર્ડ કે કોપી થઇ શકતો નથી. આ ઉપરાંત ડાઉનલોડ મેનેજર આ ફિચર્સને કં5ની સર્ચબારથી એક લોગોની સાથે લઇને આવી છે. રિપોર્ટ અનુસાર ટેલીગ્રામ પર જ્યારે તમે કોઇ ફાઇલ ડાઉનલોડ કરશો તો તે એક સર્ચબારમાં ખૂલશે અને તમને ડાઉનલોડ થાય ત્યાં સુધી લઇને જશે. લાઇવ સ્ટ્રીમીંગ અંતર્ગત ઓબીએસ સ્ટુડીયો અને બ્રોડકાસ્ટ જેવા સ્ટ્રીમીંગ ટુલ્સ દ્વારા લાઇવ સ્ટ્રીમીંગ થઇ શકશે. એટલું જ નહિં લાઇવ બ્રોડકાસ્ટમાં મલ્ટી સ્ક્રીન લે આઉટ યુઝ કરવાની પણ સુવિધા મળશે. આ ઉપરાંત મલ્ટીપલ ફાઇલને એકવાર સિલેક્ટ કરીને એક ક્લિક પર જ મોકલી શકાશે.
ટેલિગ્રામની તમામ હાલની સુવિધાઓ મફત રહેશે અને આવનારા વર્ષોમાં પણ ઘણી નવી મફત સુવિધાઓ રજૂ કરવામાં આવશે. ફ્રી યુઝર્સ પ્રીમિયમ યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલા દસ્તાવેજો, પ્રતિક્રિયાઓ અને સ્ટીકરો પણ જોઈ શકશે.
જે યુઝર્સે એપ ડાઉનલોડ કરી છે તેઓ ટેગલાઈન જોઈ રહ્યા છે – ટેલિગ્રામ કાયમ માટે મફત રહેશે, કોઈ જાહેરાતની કોઈ ફી નથી. આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. ટેલિગ્રામના નવીનતમ અપડેટમાં ટેલિગ્રામ એપ્લિકેશન ના આગામી સંસ્કરણ માટેનો કોડ ફ્રી સ્લોગન સિવાય અલગ ટેગલાઇન સાથે ઑનલાઇન જોવામાં આવ્યો છે. આ નવા શબ્દમાળાઓ સંકેત આપે છે કે કંપની આવક પેદા કરવા માટે એપ્લિકેશન માટે બીજી પદ્ધતિનું પરીક્ષણ કરી રહી છે.
ટેલિગ્રામ ચેટ અને મીડિયા માટે મફત અમર્યાદિત ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે. આ ટ્વીટ એ પણ દર્શાવે છે કે કંપની લોગો પર જાહેરાતો બતાવવાની પણ યોજના ધરાવે છે. ટેલિગ્રામ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે વધારાના સ્ટીકરોને પણ અનલોક કરવા જઈ રહ્યું છે.