સીવીસી બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચારીઓ નો સફાયો કરવા આદેશ કર્યો

વડાપ્રધાન મોદીએ બાબુઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયા વિશ્વાસ અને પારદર્શકતા માં માને છે સાથોસાથ તેઓએ જણાવ્યું કે જે લોકો ભ્રષ્ટાચાર કરતા હશે તેમનો સફાયો પણ કરવો એટલો જ જરૂરી છે. સીવીસીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા છ થી સાત વર્ષમાં લોકોનો ભરોસો સરકાર ઉપર જોવા મળ્યો છે જે એક સફળતા પણ માની શકાય.

એટલું જ નહીં સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યા છે તેનાથી લોકોને ઘણી રાહત મળી છે પણ સામે ભ્રષ્ટાચારનો ભોરિંગ લોકોના કામોને વહેલાસર પૂર્ણ કરવામાં અવરોધ રૂપ સાબિત થઇ રહ્યો છે ત્યારે ન્યૂ ઇન્ડિયા ભ્રષ્ટાચાર ને સહેજ પણ ચલાવી નહીં લિયે એ વાત નકર છે. વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના વંશવાદ ને દૂર કરવો ખૂબ જ જરૂરી છે.

બેઠકમાં વડાપ્રધાન મોદીએ ગુડ ગવર્ણન્સ સાથોસાથ ભારતના વિકાસ લોકોપયોગી કામો અને પબ્લિકની સુરક્ષા ને વધુ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. હાલ ભારત દેશ અને મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસવાદ ને આગળ ધપાવી રહ્યું છે ત્યારે આજના દિવસે ભારત દેશના નાગરિકોને ખૂબ સારી રીતે વિકસિત કરવામાં આવે અને તેમને સુરક્ષિત કરવામાં આવે તે દિશામાં તમામ પગલાં સરકારે લેવા જોઇએ અને તેમાં પણ જે કોઈ અધિકારી જે મંત્રી લોકો ના પ્રશ્નોનો ત્વરિત નિવારણ ન લાવી જો ભ્રષ્ટાચાર નો રસ્તો અપનાવતા હોય તો તેને ઝેર પણ કરવા જોઇએ કારણ કે ન્યુ ઇન્ડિયા પૂર્ણતઃ પારદર્શક અને વિશ્વાસ ઉપર આધારિત દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.