બ્લુ વેલ ગેમ ચેલેંજી દુનિયાભરના વાલીઓ ચિંતીત હતા. રૂસથી શરૂ થયેલ આ જીવલેણ ગેમમાં હજારો બાળકોએ જીવ ગુમાવ્યા છે. જેને રોકવા માટે સરકારે લોકોને જાગૃત કરવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. આ બ્લુ ગેમના વહારે જ વધુ એક જોખમી ચેલેન્જ મોમો વોટસએપ ગેમ સામે આવી છે.
વોટસએપ પર એક નંબર વાયરલ થઇ રહ્યો છે. આ નંબરના પ્રોફાઇલમાં એક ભયાનક શકલવાળી મોમો નામની ડોલ નજરે પડે છે. સૌથી પહેલા તેને ફેસબુક પર જોવામાં આવી હતી. જેની ભયાનક અને અજીબ શકલી લોકો આકર્ષાયા હતા.
આ ચેલેંજનો દાવો છે કે જે તેને સંપર્ક કરે છે અને મોમો જેને જવાબ આપે છે તે વ્યકિત આત્મહત્યા તરફ પ્રેરિત થાય છે. મોમોની પ્રોફાઇલ ફોટો જાપાનના મ્યુઝીયમમાં રાખવામાં આવેલી એક ઢિંગલી પરી પ્રેરીત છે. આ મુર્તી જાપની કલાકાર મિદનોરી હયાસીએ બનાવી હતી. વિશેષજ્ઞોનું માનવું છે કે બાળકોને ડરાવવા માટે આ ગેમનું નિર્માણ કરવામાં આવ્યુ છે. સાચું ખોટુ પરખવામાં બાળકો કમજોર હોય છે. માટે તેને સહેલાઇથી ભોળવી લેવામાં આવે છે.