ફકત હેલ્ધી ખોરાક ખાવાથી શરિરને ઉર્જા મળે છે, પણ અમુક વખત હેલ્ધી ખોરાક લીધા છતા શરિરને જરૂરી પોષણ મળતા નથી તેનું કારણ તમારી આદતો છે કે જમ્યા પહેલા કે પછી તમે કેવો ખોરાક લેતા હોય અવા કઇ પ્રકારની એકટીવીટી કરો છો તેના પર આધાર રાખે છે.
ઘણાં લોકો માને છે કે જમી ને તરત જ ચાલવાથી પાચનક્રિયા ઝડપી બને છે. પરંતુ આ વાત તદન ખોટી સાબીત થાય છે કારણ કે, જો તમારા ખોરાકને સેટલ થતા ૩૦ મિનિટ લાગે છે માટે જો ૩૦ મિનિટ બાદ તમે ચાલવા જશો તો વર્ક કરશે. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે જમીને તરત જ સુઇ જવું. આમ કરવાથી પણ ખોરાક જલ્દી પચશે નહી.
નો સ્મોકિંગ :સામાન્ય રીતે ધુમ્રપાન નુકશાનકારક વસ્તુ છે પણ જો તમને સિગરેટ પિવાની આદત હોય તો જમીને તરત તો કયારેય આવુ ન કરશો કારણ કે જમ્યા બાદ સિગરેટ પિવાથી તમે ખાધેલો ખોરાક પણ ઝેરી બને છે.
ચા-કોફી ટાળો :જમીને તરત જ ચા અવા કોફી પીવાની ટેવ સુધારવી જોઇએ. જો તમે કોફી અવા ચા માંગતા હોય તો એક કલાક પછી જ પીવી જોઇએ.
ફ્રુટસ :જો તમે જમી ને તરત જ ફ્રુટ ખાતા હોય તો તે ખોરાક સાથે મિકસ થઇ જાય છે અને જમવાનું પણ બગાડે છે. માટે સવારે અવા તો જયારે ભુખ લાગે ત્યારે થોડુ-થોડુ ફ્રુટ ખાવું જોઇએ.
ઘણા લોકો જમ્યા બાદ તરત જ કમરનો બેલ્ટ ઢીલો કરતા હોય છે, તેનાથી સાબિત થાય છે કે તમે જરૂરત કરતા વધુ ખાઇ લીધું છે. જે તમારા માટે ખરાબ વસ્તુ છે. માટે એટલું ખાવું જ નહી કે બેલ્ટ ઢીલો કરવો પડે.