ઘરમાં સામાન્ય રીતે પુજામાં વપરાતી અગરબત્તીનો ઉપયોગ પુજા સિવાય પણ વાતવરણને સુગંધિત તેમજ પવિત્ર કરવા માટે થાય છે, પરંતુ હવે ઘરમાં અગરબત્તી કરતા પહેલા થોડો વિચાર તમારા અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ કરજો, તાજેતરમાં થયેલાં એક સર્વે પ્રમાણે જાણવા મળ્યુ છે કે અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા વધારે ખતરનાક સાબિત થાય છે.

સંશોધનના અનુસાર અગરબત્તીના ધુમાડાથી ડીએમએમાં સેલ્સને નુકશાન થાય છે આ ઉપરાંત તેમાં જેનોટોક્સિક હોય છે જેના કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે અન્ય શબ્દોમાં કહીએ તો અગરબત્તીના ધુમાડાથી કેન્સર થવાની શક્યતા સિગારેટ કરતા વધારે છે. આ સિવાય અગરબત્તીની તીવ્ર સુગંધ સતત અને લાંબા સમયથી લેવાથી દમ થવાનું જોખમ વધી જાય છે, અગરબત્તીના ધુમાડાથી ફેફ્સાને પણ નુકશાન થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.