જો તમે પણ તમારા મનગમતાં સ્ટાર્સ જેવા દેખાવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમન્ટ કરાવવા માગો છો તો તે પહેલાં આ કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી આવશ્યક છે.
ટેન્શન વધવાને કારણે કે અન્ય કારણોસર તાજેતરમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગયેલી જોવા મળે છે. વાળનો ગ્રોથ ઓછો હોવાથી સ્ત્રીઓની સુંદરતા પર પણ અસર થતી હોય છે. સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરવામાં તેમના વાળ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ અયોગ્ય ખાણીપીણી તેમજ વધતો જતો સ્ટ્રેસ અને ટેન્શનને લીધે મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે અને વધુ વાળ ખરવાથી માથે ટાલ પડી જતી જોવા મળે છે.
આવી કેટલીય વાળને લાગતી સમસ્યાઓને દૂર કરવા માટે હેર ટ્રાન્સ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ તરફ લોકો વળી રહ્યા છે. પણ આ ટ્રીટમેન્ટ સરળ હોતી નથી. તમારા ગમતાં બોલીવુડ સ્ટાર્સ જેમ કે સલમાન ખાનથી લઈને કેટલાય સુપર સ્ટાર્સે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવેલ છે. જો તમે પણ તમારા મનગમતાં સ્ટાર્સ જેવા દેખાવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવવા માગો છો તો તે પહેલાં આ કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જે જાણ્યા બાદ તમારે પાછળથી પસ્તાવવું નહીં પડે.
હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ પહેલાં શું કરવું?
૧. સર્જરી પહેલાં તમારા વાળને સવારે અને સાંજે બે વાર બરાબર રીતે ધોવા. આમ કરવાથી સ્કેલ્પમાં કોઈપણ પ્રકારની ગંદકી રહેશે નહીં જેના કારણે તમને કોઈપણ પ્રકારની એલર્જિની શક્યતા ઘટી જશે.૨. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જતી વખતે લૂઝ કપડાં પહેરવા. માથું ખુલ્લું રહેવા દેવું.૩. જો તમે ડાયાબિટિક છો તો તમારે સર્જરી પહેલાં તમારા ડોક્ટરની સલાહ જ‚રથી લેવી કે તમારે ઈન્સ્યુલિન અને ડાયાબિટિઝની ગોળીઓ કઈ રીતે લેવી.