બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ લાગતા ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૧મી સિઝનમાંથી પણ બહાર ઈ ગયો છે. સનરાઇઝ હૈદરાબાદની ટીમે વોર્નરના સને ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન એલેક્સ હોલ્સનો સમાવેશ કર્યો છે. હૈદરાબાદની ટીમે હોલ્સને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

હોલ્સ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. હોલ્સ ૧૬ વર્ષની ઉંમરમાં એક જ ઓવરમાં ૫૫ રન ફટકારી ચર્ચામાં આવ્યો હતો. તમને એ જાણીને સવાલ શે કે એક જ ઓવરમાં કોઈ ખેલાડી કેવી રીતે ૫૫ રન ફટકારી શકે છે? વાસ્તવમાં ૨૦૦૫માં ક્રિકેટ આઈડલ ટુનામેન્ટમાં લોર્ડ્સના મેદાનમાં એલેક્સે આ રન ફટકાર્યા હતા.

આ એક ઓવરમાં ત્રણ નો બોલ પડ્યા હતા. આ ઓવરમાં હોલ્સે આઠ સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. તે સમયે હોલ્સે આગામી પીટરસન કહેવામાં આવતો હતો. રસપ્રદ વાત એ છે કે આ ટુનામેન્ટમાં એલેક્સને ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો. વોર્નરના સને સનરાઇઝે હોલ્સને રજીસ્ટર્ડ એન્ડ એવલેબલ પ્લેયર પૂલી તેની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હોલ્સને વોર્નરના સને લેવા પાછળનું કારણ એ છે કે તે ઈંગ્લેન્ડનો એકમાત્ર પ્લેયર છે જેણે ક્રિકેટમાં સદી ફટકારી છે. ૨૦૧૪મા શ્રીલંકા સામેની મેચમાં હોલ્સે ૬૪ બોલ પર અણનમ ૧૧૬ રન ફટકાર્યા હતા. જેમાં ૧૧ ચોગ્ગા અને છ સિક્સનો સમાવેશ થાય છે.

હોલ્સના કરિયરની વાત કરવામાં આવે તો તેણે ઈંગ્લેન્ડ તરફી ૫૨ ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ૧૪૫૬ રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ ૧૩૬ની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.