ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન અને બેટ્સમેન ડેવિડ વોર્નરે શનિવારે બોલ ટેમ્પરિંગ વિવાદ પર ફેન્સ પાસે માફી માગી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે કહ્યું કે, તેને નથી લાગતું હવે તે 1 વર્ષનો પ્રતિબંધ હટ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કદી ઓસ્ટ્રેલિયા માટે રમી શકશે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાના ત્રણ પ્લેયર્સ કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ પર કેપ્ટાઉન ટેસ્ટમાં યોજનાબદ્ધ રીતે બોલ ટેમ્પરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલે ત્રણેય પ્લેયર્સને દોષિત જાહેર કર્યા છે. સ્મિથ અને વોર્નર પર 1-1- વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે, જ્યારે બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
I take full responsibilities of my part in what happened and I am deeply sorry for the consequences of what I was involved in. I flawed in my responsibilities as the Vice Captain of Australian Cricket team: David Warner in Sydney #BallTamperingRow pic.twitter.com/vFOVhonzs4
— ANI (@ANI) March 31, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,