રાજકોટનું લઘુતમ તાપમાન 19.2 જયારે મહત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું: આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી
આમ તો નવરાત્રી પુરી થાય પછી ધીમે-ધીમે ઠંડીનું જોર વધવાનું શરુ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનો અડધાથી વધારે પૂર્ણ થઈ ગયો હોવા છતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો નથી.
તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહ્યું છે. જોકે, હવે ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં રવિવારથી એટલે કે કાલથી ઠંડીનો અનુભવ થવાની શરુઆત થઈ જશે. હવામાન વિભાગે આ અંગે સોમવારે માહિતી આપી હતી. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો, આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 19.6, મહત્તમ તાપમાન 22 જયારે હવામાં ભેજ 46 ટકા અને 7 કિમિ પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.
આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સમય જતા ધીમે-ધીમે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતો જશે અને ઠંડીનું જોર વધતું જશે. ચાલુ વર્ષે રાજ્યમાં ઠંડી લાંબો સમય સુધી ખેંચાયેલી રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જે પછી ગુજરાતમાં પણ ચમકારો અનુભવાશે.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં સવારના સમયે ઠંડીનું જોર વધ્યું છે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે.
દિલ્હીમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં ડિસેમ્બર અડધો પત્યો છતાં ઠંડીની અસર જોવા મળી રહી નથી.