શિયાળામાં ગરમા-ગરમ ખાવાની મજા અલગ જ હોય છે. પરંતુ બાળકો તો ચોકલેટ આઇસક્રિમ અને કેક વધુ ભાવતુ હોય છે. માટે તેમને  ગરમા ગરમ બ્રાઉની ચોક્કથી ભાવશે. બાળકો તો ઠીક મોટા પણ આંગણીયો ચાંટતા રહી જશે.

– એગલેસ ચોકલેટ બ્રાઉની

સામગ્રી :

– એક કપ મેંદો

– અડધો કપ કોકા પાઉડર

– ચપટી મીઠું

– પોણો કપ દળેલી ખાંડ

– એક ચમચી બેકિંગ સોડા

– પા કપ ઓગળેલું માખણ

– બે કપ છાશ.

– એક ચમચી વિનેગર

– અડધી ચમચી ઇન્સ્ટન્ટ કોફી

– અડધી ચમચી વેનિલા એસેન્સ

– પોણો કપ અખરોટના ટુકડા

રીત :

સૌ પ્રથમ ઓવનેન ૧૮૦ ડિગ્રી પર પ્રીહિટ કરો. ત્યાર બાદ એક બાઉલમાં લોટ, બેકિંગ સોડા, કોકો પાઉડર, કોફી અને મીઠું લઇ બરાબર ચાળી લો. બીજા એક મિક્સિગં બાઉલમાં છાશ, ઓગાળેલું માખણ અને પોણો કપ ખાંડ નાખી બરાબર મિક્સ કરો. હવે તેને ધીરે-ધીરે ચાળેલા મિશ્રણમાં ઉમેરી બરાબર ફીણી લો. તેમા વેનિલા એસેન્સ નાખી મિક્સ કરો તેના અડધા ભાગન અખરોટના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે બેકિંગ ટ્રેમા માખણ લગાવી બ્રાઉનીનું તૈયાર મિશ્રણ રેડી દો. બાકીના અખરોટના ટુકડા ભભરાવી દો હવે બ્રાઉનીને ૨૫ થી ૩૦ મિનિટ માટે બેક કરો. એક ટુકડામાં કાપી તેને આઇસ્ક્રીમ સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.