સરકાર ટેકાના ભાવે માલની ખરીદી કરી વેરહાઉસમાં રાખતા આ બિઝનેશને મોટો ફાયદો થયો છે
છેલ્લા દોઢ વર્ષથી મહામારી ના સમયમાં ઘણા બધા ધંધા પર માઠી અસર જોવા મળી છે ત્યારે કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ ની વાત કરીએ તો લોકડાઉન સમય દરમ્યાન થોડી મુશ્કેલી નો સામનો એ લોકોને પણ કરવો પડ્યો હતો પણ હાલ માર્કેટિંગ યાર્ડ ખુલી જતા એગ્રો પ્રોડક્ટસ્ કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસમાં પૂરતો માલ છે એવું કહી શકાય. સરકાર પણ આ અંગે જાગૃત થઈ એમની કામગીરી બતાવી રહી છે. જીડીપી વધારવા માટે વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ ઘણો બધશે મહત્વનો ભાગ ભજવશે ત્યારે સરકાર એકદમ જાગૃત થઈ પોતાની કામગીરી બતાવી જ રહી છે.
સરકાર હાલ વેરહાઉસ માટે ખૂબ સારી કામગીરી કરી રહી છે: પ્રશાંતભાઈ ચંદારાણા
શ્રીજી કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસના માલિક પ્રશાંતભાઈ ચંદારાણા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે શ્રીજી વેરહાઉસમાં હાલ વધુ માત્રામાં ચણા, મગફળી, ધના, કોટન આના સિવાય પણ ઘણી વસ્તુઓ આવે છે પણ આ જણસી ની માત્રા વધુ મા આવે છે. ગત્ વર્ષ ની વાત કરીએ તા સખ્ત લોકડાઉન ના પાલન ને કારણે વેરહાઉસમાં માલ ઘણો-ખરો ઓછો હતો! સાથે નફો પણ ખૂબ ઓછો નીવડ્યો હતો. જોવા જઈએ તો આ વર્ષ ઘણું સારું છે.
માર્કેટિંગ યાર્ડ પણ બધા ખુલી ગયા છે ત્યારે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ હાલ માર્કેટમાં માલ લઈ રહી છે અને આ વર્ષ વેરહાઉસ માટે ખૂબ સારું છે એવું કહી શકાય. શ્રીજી વેરહાઉસમાં મોટાભાગે માત્ર કોર્પોરેટ કંપનીઓ સાથે જ કામ થાય છે જેને દબલ્યું.એસ.પી લેવામાં આવે છે એટલે કે વેરહાઉસ સર્વિસ પ્રોવાઇડર. આ બધી કંપનીઓને વેરહાઉસ એક ફિક્સ રેટમાં 11 મહિના માટે આપી દેવામાં આવતું હોય છે.
બ્લેક માર્કેટિંગ ની વાત કરીએ તો એવું હવેના સમય માં નહીવત બન્યું છે કારણ કે હવે જીએસટી લાગુ થઈ ગયું છે છેલ્લા 6 વર્ષ થી ત્યારબાદ બધું ઓનલાઇન પણ થઈ ગયું છે! હવે સરકાર પાસે ક્યાં કેટલો સ્ટોક છે આ બધા વિશેની તમામ માહિતી હોઈ જ છે! કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ બંને માં એગ્રી પ્રોડક્ટ જ રાખવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ નો ઓક્યુંપેંસી ની વાત કરીએ તો 6 મહિના માટે એવરેજ ઓક્યુંપેંસી રહેતી હોય છે ત્યારબાદ ત્રણ-ત્રણ મહિના માટે ઇન્વર્ડ અને આઉટવર્ડ સમય હોય છે. છેલ્લા 5 વર્ષ ના સમયગાળા મા લોકો હવે સમજી ગયા છે કે અગ્રી પ્રોડક્ટ્સ વેરહાઉસમાં સ્ટોર કરવા અને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવા વચ્ચે શું તફાવત છે.
આજે 90-95% મેન્યુ ફેકચર્સ માલ કોલ્ડ સ્ટોરેજ મા રાખવાનું પસંદ કરે છે કારણ કે આધુનિક ટેકનોલોજી ને કારણે હવે એસો.પ્રોડક્ટ ટેમ્પરેચર પ્રમાણે સેટ કરી શકાય છે ત્યારે ની ક્વોલિટી પણ જળવાઈ રહે છે. હાલ સરકાર વેરહાઉસ માટે ખૂબ સારી કામગીરી કરી રહી છે, ખેડૂત પાસેથી ટેકાના ભાવે માલની ખરીદી કરે છે અને ત્યારબાદ આ માલ વેરહાઉસમાં જ સ્ટોર કરે છે જે અમારા બિઝનેસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.