- નગરપાલિકાના વિવિધ વેરાની વસૂલાત માટે વૉર્ડવાઈઝ ટીમ બનાવાઈ
- કચેરી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઈ
- ટેક્સ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારી દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાઈ
- નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના લોકોએ વેરા સત્વરે ભરી આપવા અપીલ કરાઈ
અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. નગરપાલિકાના વિવિધ વેરાની વસૂલાત માટે વૉર્ડવાઈઝ ટીમ બનાવવામાં આવી છે. ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા સાહેબના આદેશ અનુસાર કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઇ પાલુભાઇ સિંધવના માર્ગદર્શન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા સહિતના અધિકારી કર્મચારીઓ દ્વારા કડક વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે બંધ દુકાનોમાં બાકી વેરાની નોટીશો ચોટાડવામાં આવી હતી. તેમજ બાકીદારો ના પાણી કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકાના પ્રમુખ વૈભવ ડી.કોડરાણી, ઉપપ્રમુખ શિલ્પા કે. બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિ ના ચેરમેન પાર્થ કે. સોરઠીયા, શાસકપક્ષના નેતા નીલેશગીરી એમ. ગોસ્વામી અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોરે શહેરીજનોને નગરપાલિકાના વેરા સત્વરે ભરી આપવા અપીલ કરી હતી.
આ કામગીરી કરવા માટે નરશી દાવા, વિદિત ચૌહાણ, શંકર એલ. સિંધવ, મયુર હેરમા, રશ્મિન ભીંડે, મયુર યાદવ, અનિલ ત્રિપાઠી, ખેરાજ મહેશ્વરી, મયુરધ્વજસિંહ જાડેજા, ચિરાગ ઠક્કર, વિપુલ ઓઝા, હિતેશ ગજ્જર, નવીન મહેશ્વરી, જોરુભા જાડેજા, કિશનનાથ, હરજી મહેશ્વરી, કમલેશ મહેશ્વરી, કેશવજી મહેશ્વરી, વિજય વરસાણી, વિનોદ સામળીયા, ભરત સરપટા, હરેશ ભાણજી, જયેશ ઘાવરી, યોગેશ લોચાણી, સંજય પ્રજાપતિ, ભરત રાણા, ભરત મહેશ્વરી, સત્યપાલસિંહ ઝાલા વગેરે વસુલાતની કામગીરી કરી રહ્યા છે. બાકીદારોને તેમના લૅણાની બાકી રહેતી રકમ તાત્કાલિક ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી છે તમામ મિલકત ધારકો પ્રોપર્ટી ટેક્સ, પાણીવેરો, ગટર વેરો, સફાઈવેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાકમાર્કેટનાં સ્ટોલનું ભાડું બાંધકામ લાઞત ચાર્જીસ એમ બાકી રહેતી તમામ ટેક્સની રકમ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવાયું છે.
આ વેરા વસુલાત વધુ કડક બની રહી છે અને બાકીદારો તરફથી બાકી રહેતી રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તો પાણી તેમજ ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત બાકીદારોની વેરાની રકમ ભરપાઈ ન કરનાર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 133 મુજબ જપ્તી/ મિલ્કત સીંલીગની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
અંજાર નગરપાલિકાના ચીફઓફિસર પારસકુમાર મકવાણાએ વધુમા એક યાદીમા જણાવ્યુ હતુ માર્ચ માસ દરમ્યાન શનિવાર – રવિવાર અને રજાના દિવસોમા ઓફિસ સમય દરમ્યાન વેરાની રકમ સ્વીકારવાની વ્યવસ્થા ચાલુ રાખવામા આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવી.
અહેવાલ: ભારતી માખીજાણી