૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૪૧ બેઠકો અનામત:વોર્ડ નં.૧,૫,૭,૧૧ અને ૧૫માં એક-એક બેઠક અનુસુચિત જાતિ માટે, વોર્ડ નં.૧૫ની એક બેઠક અનુસુચિતજન જાતિ માટે, જયારે વોર્ડ નં.૩,૪,૯,૧૦,૧૨,૧૩ અને ૧૭માં એક-એક બેઠક ઓબીસી માટે અનામત: ૧૦ દિવસ સુધી અનામત બેઠકો માટે વાંધા સુચનો રજૂ કરી શકાશે
રાજકોટ મહાનગર પાલિકાની વર્તમાન વોર્ડની મુદત આગામી ડિસેમ્બર માસમાં પુર્ણ થઇ રહી છે. ત્યારે નવેમ્બર માસના અંતમાં એટલે કે દિવાળી બાદ તુરંત જ સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજવા માટે રાજય ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોઠના વોર્ડની ૭૨ બેઠકો માટે અનામત બેઠકોની જાહેરાત કરી દેવામાં આવી છે. ૪૧ બેઠકો અનામત છે. અનામતના વિભાજન સામે ૧૦ દિવસ સુધી વાંધા સુચનો રજૂ કરી શકાશે.૭૨ બેઠકો પૈકી ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
જયારે પાંચ બેઠકો અનુસુચિત જાતી માટે અનામત રાખવામાં આવી છે. આ પાંચ પૈકી ત્રણ બેઠકો મહિલાઓ માટે અનામત છે. વોર્ડ નં.૧,૫,૭,૧૧ અને ૧૪ની એક એક બેઠકો અનુસુચિત જાતી માટે અનામત છેે. અનુસુચિત જનજાતી માટે એક બેઠક અનામત છે જે વોર્ડ નં.૧૫માં રાખવામાં આવી છે. અને તે મહિલા અનામત છે. અગાઉ આ બેઠક પુરૂષ ઉમેદવાર માટે અનામત અને તે વોર્ડ નં.૧માં હતી.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અર્થાત ઓબીસી માટે સાત બેઠકો અનામત છે જે પૈકી ચાર બેઠકો મહિલા અનામત છે. વોર્ડ નં.૩,૪,૯,૧૦,૧૨,૧૩ અને ૧૭માં એક એક બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. ૨૦૧૧ની વરતી ગણતરના આધારે વોર્ડનું સિમાંકન નકકી કરવામાં આવ્યુ છે.
મહાપાલિકાની હદમાં ભળેલા ચાર ગામાનો સમાવેશ કરી ચુંટણી યોજાશે
અનામત બેઠકોની વોર્ડ વાઇઝ ફાળવણી કરવામાં આવતાની સાથે જ અનેક સિંટિંગ કોર્પોરેટરોની ટિકિટ પર જોખમ ઉભુ થવા પામ્યુ છે. અનેક ને વોર્ડ ફેરવવા પડે તેવી સ્થિતિનુ પણ નિર્માણ થશે અનામત બેઠકોની વોર્ડ વાઇઝ ફાળવણી સામે સામાન્ય લોકોને કે રાજકીય પક્ષો ૧૦ દિવસ સુધી રાજય ચુંટણી પંચ સમક્ષ વાંધા સુચનો રજૂ કરી શકશે.