રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની 63મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા મુકામે મળી હતી.જેમાં રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ અહેવાલ અને હિસાબો 2જુ ક2તા જણાવ્યું હતું કે રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સ2ખામણીએ 13.62% ઘટવા છતાં પણ સંઘનાં ટર્નઓવ2માં ગત વર્ષની સરખામણીએ 3.65% વધારો થયેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા.15/- ” મિલ્ક ફાઈનલ પ્રાઈઝ” માટે રૂા.11.99 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દ2મ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂા.790/- ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વધુ ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.10.54 ક2ોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.5.21 કરોડ ચુકવવામાં આવશે. આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂા.17.20 કરોડ પરત ચુકવેલ છે.
દૂધ સંઘે માર્કેટીંગ વ્યવસ્થા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરીને દૂધ, દહીં, છાશ, લસ્સી, ઘી, પેંડા અને અન્ય પેદાશોનું વેંચાણ વધારવા પ્રયત્નો કર્યા છે.અમૂલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વોર્ડ વાઇઝ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.
રૂ.10.54 કરોડનો નફો: સભાસદ મંડળીને 15 ટકા ડિવિડન્ડ ચૂકવાશે
63મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાની સત્તાવાર જાહેરાત
દુધમાં ભેળસેળ કરનારા લોકોને છોડવામાં આવશે નહી: જયેશભાઇ રાદડીયા
સંઘે 658 દૂધ મંડળીઓ સાથે જોડાયેલા 40 હજાર દૂધ ઉત્પાદકોને રૂા.10 લાખનાં ગૃપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે 100% વિમા પ્રિમીયમ લેખે રૂા.81.58 લાખ પ્રિમીયમની રકમ દૂધ ઉત્પાદકો વતી ભરેલ હતી.
સંઘે રાજ્ય સરકારની સુચના અન્વયે જિલ્લાનાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે આંગણવાડી મારફતે પ્રથમ તબક્કે અમુલ મોતી દૂધ અને બીજા તબક્કે સીંગ, દાળીયા, ગોળ અને પ્રોટીનબાર કીટનું સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા ગોઠવીને કુપોષિત બાળકો સુધી કીટ પહોંચાડેલ હતી અને કુપોષીત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ હતી.
દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેકટર વિનોદ વ્યાસે સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપવા જણાવેલ હતું કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં 11% વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોનેના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે. જે માટે 3000 થી વધુ વસતી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકારની સહાયથી પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે તેમજ દહીં ઉત્પાદન કેપેસીટી 30 ટન પ્રતિ દિવસ અને ઘી ઉત્પાદન કેપેસીટી 14 ટન પ્રતિ દિવસે કરવાનું આયોજન છે. જે રાજ્ય સરકારનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે. જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ ડેરી તેના દૂધ ઉત્પાદકો માટે રૂ.10 લાખનો અકસ્માત વિમો ઉતરાવીને ખેડુતો અને પશુપાલકોને વીમાથી રક્ષિત કરવામાં આવે છે. દૂધ સંઘ દ્વારા પણ તેની જોડાયેલ પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક લાભ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે તેમજ દર વર્ષે પશુઓ માટે સારવાર અને માવજતના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચ કરી પશુપાલન વ્યવસાય વિકસે તે માટે પ્રયત્નો કરે છે. દર વર્ષે દૂધ ઉત્પાદકોને દૂધનો સરેરાશ ભાવ વધારે મળે તેવા નિર્ણયો કરે છે. આગામી સમયમાં પણ દૂધ અને તેની બનાવટોના વેચાણ વધા2વા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ ભાવો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેની ખાત્રી આપુ છું. દૂધ સંઘે દૂધમાં ભેળસેળ બાબતે કડક વલણ અપનાવેલ છે. તેમાં કોઈ જાતની બાંધછોડ કરવામાં આવશે નહિ.