કમલેશ મિરાણીએ તમામ હોદેદારોને આવકારી અભિનંદન પાઠવ્યા
શહેરમાં ૧ થી ૧૮ વોર્ડનાં યુવા ભાજપના હોદેદારોના નામ યુવા પ્રમુખ પ્રદિપ ડવ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ હોદેદારોને આવકારીને પ્રમુખ કમલેશ મિરાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરનાં ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે. તે અંતર્ગત વિવિધ મોરચાઓનાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી રહી છે. ત્યારે આ સંગઠન પર્વ અંતર્ગત બુથ સુધીની સંરચના થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.ત્યારે તાજેતરમાં જ પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વીક પટેલે પ્રદેશ યુવા ભાજપની ટીમ અને જિલ્લા મહાનગરોનાં હોદેદારોની જાહેરાત કરી હતી તે અંતર્ગત શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વિચાર વિમર્શ કરી શહેરના એક થી અઢાર તમામ વોર્ડના યુવા ભાજપના પ્રમુખ મહામંત્રી તથા શહેર યુવા ભાજપ કારોબારીના સભ્યોની નિમણુંક કરેલ છે જેને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ અંતર્ગત વધુ માહિતી આપતા યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાએ જણાવ્યું હતુકે યુવા ભાજપ દ્વારા આગામી બુથ સુધીના અનેક વિધ કાર્યક્રમો આપવામાં આવશે. અને જેમાં ખાસ કરી છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે યુવાનો વાહક બનશે અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વવાળી ભાજપાની પ્રગતિશીલ સરકાર દ્વારા વાઈફાઈ અને હાઈફાઈ જેવી ટેકનોલોજીથી યુવાનો સજજ બને તે માટે આગામી દિવસોમાં યુવા ભાજપ દ્વારા તબકકાવાર સેમીનારનું પણ આયોજન કરવામાં આવશે અને ટુંક સમયમાં જ વોર્ડ વાઈઝ યુવા ભાજપની ટીમ જાહેર કરવામા આવશે.