રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામા ભેળવવામાં આવેલ મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનઃરપુર-1 સહિત)ના નવા સીમાંકન ના થાય ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે જે તે વોર્ડનું વિસ્તરણ કરી મોટા મવા ને વોર્ડ નં.10, મુંજકા ને વોર્ડ નં.9, ઘંટેશ્વર ને વોર્ડ નં.1 અને માધાપર (મનહરપુર-1 સહિત)ને વોર્ડ નં.2 તરીકે કરવામાં આવેલ છે. આ હુકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.
વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચારેય ગામોને જુદા જુદા વોર્ડમાં મુકાયા : સીમાંકન બાદ નવા વોર્ડ જાહેર કરાશે