ભર ઉનાળે હરસિધ્ધીપાર્ક રહેણાંક વિસ્તારમાં આવેલ પાણીની પાઈપલાઈન લીકેજ થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાની વોર્ડ નંબર ૧ વિસ્તારમાં આવેલી હરસિધ્ધિ પાર્ક સોસાયટી ની પાછળ અને પી એન ટી કોટર વિસ્તાર પાસે છેલ્લા બે દિવસથી પાણીની લાઈન લીક થવા પામી છે ત્યારે ભર ઉનાળે પાણીની લાઇન લીકેજ થતા રોજનું હજારો લિટર પાણી રસ્તા ઉપર ભરાઈ રહ્યું છે અને લોકો અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને આ ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે..
ત્યારે જિલ્લામાં પણ નગરપાલિકા દ્વારા પાણી વિતારન વેવસ વેવસ્થિત કરવા પ્રયાસ કરવામાં આવી રહો છે.ત્યારે છતાં પણ નગર પાલિકા દવારા ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ જિલ્લામાં કરવામાં આવે છે.ત્યારે આજે સવારે વોડનો ૧ હરસિધ્ધિ નારાયણ પાસે પાણી ની લાઇન લીક થતા હજારો લીટર પાણી નો વેડફાટ થયો છે.આ લાઇન બે દિવસ થી લીક છે. છતાં તંત્ર ને આ ધ્યાને આવતું નથી… ત્યારે એક તરફ લોકોને પીવા માટે ચાર પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે જયારે બીજી બાજુ પાણીનો ખોટો બગાડ થઇ રહ્યો છે પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.