પુરાવા સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને ધગધગતો પત્ર લખ્યો
હાલ કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીના સીટી ઇજનેર ચિરાગભાઈ પંડ્યા ફરજ બજાવી રહ્યા છે ને વોર્ડ નં.૧૫ તરફ ઓરમાયું વર્તન કરી રહ્યા હોય તેવું કોંગ્રેસના ચારેય કોર્પોરેટરને અને વોર્ડ નં.૧૫ની જનતાને દેખાય છે જેના પુરાવા સાથે કમિશ્નરને પણ લેખિતમાં આપીને બાકી કામો ની ઉધરાણીનો પત્ર પણ આપેલ છે.
થોરાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધીનો વોંકળાની છઈઈ બોક્ષ ગટર (બાંધવાનો છે) સીટી ઈજનેરશ્રીએ રૂબરૂ ચર્ચા કરવા તા.૩૧/૦૮/૨૦૧૮ થી આજદિન સુધી કોઈ જ નિર્ણય કરેલ નથી અને કોઈ જ ચર્ચા કરેલ નથી ફાઈલો ના નોટિંગ પાનાંમાં કોઈ જ વિગત લખેલ નથી. ગંજીવાડા શેરી નં.૨૯માં કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ ફાઈલ નં.૫૨૨/૧૭-૧૮ તા.૧૪/૧૨/૨૦૧૭ સીટી ઈજનેર પાસે છે જે આજદિન સુધી નિકાલ કરવામાં આવેલ નથી. ૮૦ ફૂટના રોડ ઉપર વોર્ડ ઓફીસ બનાવવાનું કામ ટેન્ડર થઇ ગયા બાદ આ કામે એગ્રીમેન્ટ તા.૧૨/૦૭/૨૦૧૮ના રોજ થયું છે જે હજુ પણ સીટી ઈજનેરશ્રીએ પ્લાનીંગ માં ફેરફાર કરવા બાબતે હજુસુધીમાં કોઈ જ નિર્ણય કરેલ નથી અને કોન્ટ્રકટર દ્વારા તા.૦૨/૦૭/૨૦૧૯ના રોજ કામ કરવાની નાં પડેલ છે. ગંજીવાડાની ડ્રેનેજ લાઈનનું કામ વર્ષ ૨૦૧૬/૧૭ની ફાઈલ વારંવાર યેનકેન પ્રકારે ઠેગે ચડાવી હજુ સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી ખોટી રીતે નિર્ણય લઇ આ કામે પાઈપ ઉપર બીજો પાઈપ નાખી ઉલટાના પ્રશ્નો સર્જી છેલ્લે ડ્રેનેજ લાઈન નું કામ હાલ સીટી ઈજનેરશ્રીની ઓફીસમાં પેન્ડીંગ પડેલ છે.
ભારત નગરમાં સીસી રોડ અને પેવિંગ બ્લોક નાખવાનું કામ ફાઈલ નં.૪૭૩ વર્ષ૨૦૧૮-૧૯ નું ટેન્ડર થઇ ગયા હોવા છતાં ભાવો પણ આવી ગયા હોય તેમ છતાં આ કામનું રી-ટેન્ડર કરવાની પેરવી કરી રહ્યા છે જેના હિસાબે આ વિસ્તારના લોકોને સીટી ઈજનેરના અક્કડ વલણના કારણે ફરી બે-ત્રણ વર્ષ રાહ જોવી પડશે. નેશનલ હાઈવે આજી નદી થી ખોખડદળ નદીના પુલ સુધી પાણીની પાઈપલાઈનનું કામ ફાઈલ નં.૫૩૨ વર્ષ ૨૦૧૮-૧૯ હજુ તમામ પ્રોસીઝર પૂરી થઇ ગઈ હોવા છતાં કામ ચાલુ કરાવતા નથી. દૂધસાગર રોડ ચુનારાવાડના પુલ નું કામ અમારા ઉપવાસ આંદોલન પછી તત્કાલન કમિશ્નર એ મંજુર કરેલ જે કામ છેલ્લા ત્રણ વર્ષ થી ચાલુ છે જે હજુ સુધી પૂરું કરવામાં આવેલ નથી. અવધપાર્કની બાકીની શેરીનું મેટલીંગ કામ જે ફાઈલ નં.૪૦ વર્ષ ૧૨-૧૩ની છે જેની એક શેરી ને બાદ કરતા તમામ શેરીઓનું કામ થઇ ગયેલ છે. આ અવધ પાર્કમાં ડ્રેનેજ પાણી લાઈટ , ૮૦ ટકા મેટલીંગ કામ ફક્ત ૨૦ % કામ બાકી છે જે યેનકેન પ્રકારે ટલ્લે ચડાવવામાં આવે છે આ શેરી માંથી ક્રિશ્ના પાર્ક, અવધ પાર્ક , ન્યુ સર્વોદય સોસાયટી ની અમુક શેરીઓમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે પરંતુ, આ ફાઈલ પ્રત્યે દુર્લક્ષ સેવવામા આવે છે.
વોર્ડ નં.૧૫ના ચારેય કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માંસુબેન હેરભા દ્વારા અવારનવાર રજુઆતો કરવા છતાં ભાજપ તરફથી કોંગ્રેસના વોર્ડમાં કામ ન કરવા માટેના પોતાના મનસુબા આવા અધિકારીઓ દ્વારા પાર પડવાનું કામ કરી રહ્યા હોય તેવું પ્રથમ નઝરે દેખાય છે તેવી કોંગ્રેસના કોર્પોરેટરો જણાયું છે.