વોર્ડ નં. ૦૯ માં ગેરકાયદેસર નળ કનેક્શન કપાત અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને નોટીસ આપવામાં આવી
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા તારીખ: ૨૩-૦૧-૨૦૧૯ નાં રોજ શહેરના વોર્ડ નં. ૦૯માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન એક ગેરકાયદેસર નળ કનેક્શન અને એક ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમને નોટીસ આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૦૯ માં આવેલ અર્ચના પાર્ક માં ચેકિંગ દરમ્યાન એક આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવેલ હતા, આ આસામીના ગેરકાયદેસર નળ કનેક્શન તુરંત કપાત કરવામાં આવ્યા હતા. અને ઉત્સવ પાર્કમાં ચેકિંગ દરમ્યાન એક ડાયરેક્ટ પમ્પીંગ કરતા મળી આવેલ હતા અને તેમને નોટીસ આપવામાં આવી હતી.