રાજકોટની મહાનગર પાલિકાની ચૂંટણી માટે બધા જ રાજકીય પક્ષો ખૂબ જ ઉત્સાહિત છે અને પોતાના પક્ષને જીતાડવા માટે ખૂબ જ મેહનત કરી રહ્યા છે ત્યારે વાત કરીએ રાજકોટના કોંગ્રેસ વોર્ડ નં 9નાં ઉમેદવારોની તો કોંગ્રેસે બે પેઢીનો સમન્વય કરીને એક આધુનિક પગલું ભર્યું છે.
રાજકોટ વોર્ડ નં 9નાં ઉમેદવારોમાંના એક ઉમેદવાર છે શ્રીમતી પ્રતિમાબેન કલ્પેશભાઈ વ્યાસ જે મૂળ રાજકોટ ગામનાં રહેવાસી છે. તેઓ મહિલા પ્રમુખ તરીકે કોંગ્રેસમાં ત્રણ વર્ષથી કાર્યરત છે.તેઓ મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ છે.પ્રતિમાબેન દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે,’ જો તમારો કીમતી મત મને આપશો તો આપ સર્વેના મતનું આદર કરીને તમારા ભરોસાને ક્યારેય તૂટવા નહિ દવ’.જો લોકો દ્વારા પ્રતિમાબેનને ચૂંટવામાં આવશે તો તેનો સૌથી મોટો ફાયદો મહિલાઓને થશે. શું આ ચૂંટણીમાં પ્રતિમાબેનના પ્રયત્નો સફળ થશે!!