કાઠીયાવાડ બાલાશ્રમના અનાથ બાળકોને સ્વેટર અને હેન્ડ વોચ આપી વિવિધ રમતો રમાડી મનોરંજન કરાયું
પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ મુજબ ૨૦૧૮ના વર્ષનેવિદાય આપવા અને ૨૦૧૯ના વષને વધાવવા ઠેર ઠેર પાર્ટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેર યુવા ભાજપની વોર્ડ નં.૭ના કાર્યકર્તાઓ દ્વારા ૩૧ ડીસેમ્બરે રાત્રે શહેરના કાઠીયાવાડ બાલાશ્રમ સ્થિત અનાથ બાળકોને ભાવતું ભોજન કરાવાયું હતુ તથા રંગબેરંગી ફુગ્ગાઓથી ડેકોરેશન સાથે અનાથ બાળકોને અવનવી રમતો રમાડી મનોરંજન કરાવાયુંહતુ
વિનામૂલ્યે સ્વેટર તથા હેન્ડ વોચ આપી પાશ્ચાત્ય સંસ્કૃતીથી વિરૂધ્ધ રાષ્ટ્રવાદના રંગે રંગાઈ અને ઉજવણી કરી એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, અનિલભાઈ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અજય પરમાર, મીનાબેન પારેખ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, જીતુભાઈ સેલારા, કિરીટ ગોહેલ, રમેશભાઈ પંડયા, સતીષ ગમારા કિશન પરમાર, નિરવ શેઠ, ધીરૂભાઈ ધધડા, ભરતભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ ચોકસી સહિતના અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.