કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અશ્ર્વીન મોલીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
વોર્ડ નં.૭ના સક્રીય કોર્પોરેટર કશ્યમ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી વોર્ડ નં.૭માં એસ્ટ્રોન ચોક પાસે આવેલ શિવાજી ગાર્ડનમાં રૂ.૩૫,૦૦,૦૦૦/- લાખના ખર્ચે અદ્યતન વોર્ડ ઓફિસનું નિર્માણ થશે. જેમાં કુલ મળી ૨૫૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવશે.
ગ્રાઉન્ડ ફલોર પર વોર્ડ ઓફિસ અને પ્રથમ માળે વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓની ઓફિસ બનાવવામાં આવશે અને આ વોર્ડ ઓફિસમાં નવી ટેકનોલોજીથી સ્થાનિક લોકોને પુરતા પ્રમાણમાં સુવિધાઓ આપવામાં આવશે ત્યારે આ નૂતન વોર્ડ અફિસના ખાતમુહૂર્ત શહેરના મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના હસ્તે અને શહેરના ડે.મેયર અશ્ર્વીન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, મનીષ રાડીયા, કોર્પોરેટર મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, આશીષ વાગડીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, વોર્ડના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ જીતુ સેલારા, મહામંત્રી કિરીટ ગોહેલ, રમેશ પંડયા સહિતનાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે જયેન્દ્ર મહેતા, ભાગીરથીબેન લીંબડ, અનીલ લીંબડ, ડો.ઉન્નતીબેન ચાવડા, માયાબેન એરડા, દીપક ભટ્ટ, સોનલબેન દવે, જયશ્રીબેન રાવલ, પીનાબેન કોટક, દક્ષાબેન નીશિતાબેન બારોળીયા, પ્રીતીબેન પાઉ સહિતના સાથે સ્થાનિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.