સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે
સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં રામના મહાદેવ મંદિરે મહાઆરતી, કોટક સ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા અને વિજય પ્લોટ મેઈન રોડ ખાતે લોકડાયરો યોજાયો હતો.
મહાઆરતીમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ,
નગર પ્રામિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર હિરલબેન મહેતા, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, વોર્ડ નં.૦૭ પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડ્યા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, કાળુભાઈ ઓડ, વિનુભાઈ, હેમુભાઈ ચૌહાણ, રમેશભાઈ સિંધવ, વોર્ડ નં.૦૭ યુવા મોરચો શની ત્રિવેદી, દિનેશ સોલંકી, જીતુભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૭ મહિલા મોરચો પ્રમુખ, ડો.ઉન્નતીબેન ચાવડા, પુનીતાબેન પારેખ, સોનલબેન દવે વિગેરે ઉપસ્તિ રહેલ હતા.
ચિત્ર હરિફાઈ કાર્યક્રમના આયોજન દીપ પ્રાગટય સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિતિ રહેલ. જ્યારે ચિત્ર હરિફાઈ સ્પર્ધામાં વોર્ડ નં.૦૭ની નગર પ્રામિક શિક્ષણ સમિતિની શાળા નં.૧, ૮, ૧૧, ૧૬, ૨૮, ૫૭, ૧૯ કુલ-૭ શાળાના ધો.૬ થી ૮ના કુલ ૪૬૩ વિદ્યાર્થીઓની વચ્ચે શાળા લેવલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાંથી કુલ ૯૩ શ્રેષ્ઠ વિઓ વચ્ચે સ્પર્ધા કરવામાં આવેલ.આ ચિત્ર હરિફાઈ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ત્રિવેદી રજનીકાંત (પ્રમુખ કલાસંઘ), ત્રિવેદી ઉદયભાઈ (સૌરાષ્ટ્ર ચિત્રશાળા), જોશી યોગેશભાઈ (પાઠક વિદ્યામંદિર) ઉપસ્થિતિરહેલ હતા. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે શોની બિયના કમલેશભાઈ-શાળા નં.૧ ધો.૭, બીજા વિજેતા તરીકે શોની કારણ કમલેશભાઈ-શાળા નં.૧ ધો.૮ અને તૃતીય વિજેતા તરીકે રોઝી સલીમભાઈ આમરોણીયા-શાળા નં.૧૬ ધો.૮ની પસંદગી કરવામાં આવેલ.
લોકડાયરામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ,રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, રાષ્ટ્રીય મંત્રી અનુસૂચિત જાતિ મોરચો ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર,
સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર વોર્ડ નં.૦૭ મીનાબેન પારેખ, ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડ્યા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, લોધા સમાજ અગ્રણી ભલુભાઈ લોધા, પ્રમુખ રાજપૂત સમાજ અરૂણભાઈ સોલંકી, સુરેશભાઈ પરમાર, ભાજપ અગ્રણી પુભા ડોડીયા, રણજીતભાઈ ચૌહાણ, બહાદુરભાઈ ગોહેલ, મનોજભાઈ ડોડીયા, મયંકભાઈ પાઉં, નારણભાઈ ડાભી, વિગેરે ઉપસ્થિતિ રહેલ હતા.
વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેતા અનેક લોકો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ-૭ માં સ્વાતંત્ર પર્વ-૨૦૧૮ ની ઉજવણીના ભાગરુપે શહેરીજનો માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ફ આ કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, તત્કાલીક મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૭ અને આજુબાજુના વિસ્તારના જરુરતમંદ દર્દીઓએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન પૂર્વ મેયર ડો. જૈમન ઉપાઘ્યાયએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા ૧પમી ઓગસ્ટ હોય ર૬મી જાન્યુઆરી હોય કે કોઇપણ રાષ્ટ્રીય તહેવાર હોય અલગ અલગ વોર્ડ ઉજવતી હોય છે તેના ભાગરુપે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છેઅને લોકો મોટી સંખ્યામાં લાભ લે સ્વચ્છ રહે તેના માટે મહાનગપાલિકાએ સુંદર પ્રયત્ન કર્યો. શ્રાવણ માસની શરુઆત થઇ છે ત્યારે આ પવિત્ર દિવસે એક નિદાન કેમ્પ દ્વારા લોકોને સ્વસ્છ રાખવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તે ખરેખર અભિનંદનને પાત્ર છે. લોકો બિમાર ન પડે તેના માટે લોકોએ પ્રયત્ન કરવા જોઇએ.