રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે.  ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૮ આસામીઓ પાસેથીબબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૧૬,૦૦૦/-નો દંડ તથા પાણીનો બગાડ કરતા ૦૧ આસામી પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં પાણીનો બગાડ કરનાર (૧) શિવશક્તિ દેરી તથા ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં  (૧) ચંપાબેન, એકલવ્ય હોલ સામે, (૨) સુધાબેન, ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટ, (૩) નીલેશભાઈ રાજ, ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટ, (૪) આશાબેન મહેતા, ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટ, (૫) પ્રશાંતભાઈ સાગર, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ, (૬) આશિષભાઈ સોની, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ, (૭) હર્ષદભાઈ માણેક, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ તથા નકુમભાઈ સોની, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ નો સમાવેશ થાય છે.

ઉપરોક્ત કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાંન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. ડાયરેક્ટ પા,પમ્પીંગ અંગે જાગનાથમાં માથાકૂટ થતા વિજીલન્સ ટીમ બોલાવીને સ્થળ ઉપર દંડની વસુલાત કરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.