વોર્ડ. ૪
અમે મહેનત કરી વોર્ડના વિકાસના કામો માટે ગ્રાન્ટમાં વધારો કરાવ્યો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કોંગ્રેસના કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરને ૧૦ લાખની ગ્રાન્ટ મળતી હતી. વિકાસના કામો કરવા માટે પરંતુ આ વર્ષે સરકારને રજુઆત કરતા એ ગ્રાન્ટ ૧૫ લાખ કરી દેવામાં આવી છે. જેનાથી રોડ રસ્તાના કામ કરાવ્યા છે. અમારી ૫ વર્ષની ટર્મમાં અમે કુલ ૫૧ કરોડના વિકાસ કામો કરાવ્યા છે. જેમાં ખાસ કરીને પેવિંગ બ્લોક, પાણીની લાઈન સહિતના કામો કર્યા છે. મારી ઓફીસ સતત ચાલુ હોય છે. લોકોના કામ કરવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ. કોઈપણ નાગરિક ને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તેના પ્રશ્નનું નિરાકરણ ૨૦ મિનિટમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ. રાજકોટ સ્માર્ટ સીટી બને છે પરંતુ તેમાં ઘણા ફેરફારોની હજુ જરૂર છે. વર્ડ નંબર ૪માં આવેલ ભગવતી પરા વિસ્તારમાં અંગ્રેજી મીડીયમ શાળા શરૂ કરવા દરવર્ષે મનપામાં રજુઆત કરવામાં આવે છે. પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. રિવરફ્રન્ટની વર્ષ ૨૦૧૫માં કામગીરી શરૂ થવાની હતી જે હજુ સુધી થઈ નથી. જેને માટે ૧૧ કરોડ ફળવવામાં આવ્યા છે. એ પૈસા ક્યાં ગયા કાઈ ખબર પડતી નથી.
આવનારી ચૂંટણીમાં વર્ડ નંબર ૪માં તમામ કોર્પોરેટર કોંગ્રેસના આવશે. કોંગ્રેસના કોર્પોરેટરે પ્રજાના કામો કર્યા છે. જેને કારણે કોંગ્રેસ જ જીતશે. નવી ટર્મ કોંગ્રેસની આવશે તો ટીપી સ્કીમ, વોકર્સ જોનના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે.
વોર્ડનો વિકાસ થયો પરંતુ છેવાડાના વિસ્તારનો હજુ વિકાસ બાકી
સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ડ નંબર ૪માં કોંગ્રેસના કોર્પોરેટરો હેમાંશા લોકોની સાથે રહ્યા છે. વોર્ડના વીકાસ લક્ષી કામો કર્યા છે. અને અવનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને આવશે તેવો તેમને વિશ્વાસ છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ વીકાસ લક્ષી કામો માટે સરકારમાં રજુઆત કરી પોતાને મળતી ગ્રાન્ટમાં વધારો કરાવ્યો છે. લોકોના કામો કરે લોકોના હિતના કામો કરે તેવા અને લોકોની સેવામાં હંમેશા તતપર રહે તેવા કોર્પોરેટર હોવા જોઈએ તેવું લોકોનું માનવું છે. તેમજ લોકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૪નો છેવાડાનો વિસ્તાર છે. ત્યાં સુધી હજુ ભાજપના કોર્પોરેટર પહોંચ્યા નથી. પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરો હંમેશા આ વિસ્તારના લોકો સાથે રહ્યા છે.
રજુઆતને ધ્યાનમાં રાખી ૨૨ કરોડના ઈંગ્લીશ મીડીયમ શાળા મળી
ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, વર્ડ નંબર ૪ માં પેટા ચૂંટણીમાં જીત બાદ ૨.૫ વર્ષ સુધી લોકોની સેવા કરી છે. મારા કાર્યકાળમાં ૫૪ જેટલા રસ્તાના કામ કર્યા છે. તેમજ ૧૪ જેટલા ટીપીના કામો કર્યા. આ વિસ્તાર આખો ડેવલોપ થતો વિસ્તાર છે. ત્યારે નવી સોસાયટીમાં રસ્તા, પાણી, ગેસ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી મનપાએ ૨૨ કરોડની શાળા આપવામાં આવી છે. ઘણા વિક્સના કામો થયા છે. છતાં કોઈ કામ રહી ગયા છે. તો આવતી ટર્મમાં ભાજપના ઉમેદવાર પુરા કરશે. અધિવર્ષના કાર્યકાળમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા છે અને તેનું નિરાકરણ લાવવાનું કામ કર્યું છે. રાજકોટનો સ્માર્ટ સીટી બની રહ્યું છે. તો અમારા વોર્ડની ૧૫ જેટલી સોસાયટીમાં અમે ટીપર વેન અને ખાસ કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી છે. ટીપીસ્કીમમાં જે પ્રશ્ન હતા તેની રજુઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યા છે. અવનારી ચૂંટણીમાં વર્ડ નંબર ૪ના તમામ ઉમેદવારોને ચૂંટશે તેવી આશા છે.