શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કરાવ્યો કામનો પ્રારંભ
છેવાડાના માનવીને પણ સુવિધા મળી રહે તેના ભાગપે મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૩માં અલગ-અલગ ૧૧ આવાસ યોજનાને લાગુ ૧૪ એપ્રોચ રોડને મેટલીંગ કર્યા બાદ ડામરથી મઢી દેવા માટે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૬.૨૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે સાધુ વાસવાણી કુંજ રોડ તથા મહાપાલિકાની ટાઉનશીપને જોડતા એપ્રોચ રોડ પર ડામર કામનો આરંભ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય તથા ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં.૩માં છત્રપતિ શિવાજી ટાઉનશીપ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, વિર સાવરકર ટાઉનશીપ, મહારાણા પ્રતાપ ટાઉનશીપ, શ્યામ કૃષ્ણ વર્મા ટાઉનશીપ, ઝાંસી કિ રાણી ટાઉનશીપ, છત્રપતિ શિવાજી ટાઉનશીપની પાછળનો ટીપી રોડ, અમૃત રેસીડેન્સી-૩ને લાગુ રોડ, અમૃત રેસીડેન્સી-૨ને લાગુ રોડ, એનીમલ હોસ્ટેલને લાગુ ટીપી રોડ, લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપને લાગુ રોડ સહિતના કુલ ૧૪ રોડને ડામરથી મઢી દેવામાં આવશે. જેનો લાભ ૫૪૧૧ કવાર્ટર ધારકોને મળશે.