રાજકોટ મહાનગરપાલીકાની શહેરની જનતાને રસ્તા, ગટર, પાણી આપવું અને પ્રાથમિક ફરજ છે. અને તેમાં શહેરના અનેક વોર્ડમાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીના ધાંધીયા ચાલુ થતા વોર્ડ નં.૧૮માંથી ૭૦ થી ૮૦ બહેનોનું ટોળુ મહાનગરપાલીકાના સેન્ટ્રલ ઝોન કમિશ્નર કચેરીએ ઘસી ગયું હતુ કોંગ્રેસ કાર્યાલયે રજુઅત કરતા વિરોધપક્ષના નેતા વશરાનભાઈ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કોંગી અગ્રણી મયૂરસિંહ જાડેજા કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની આગેવાની હેઠળ રજુઆત કરવામાં આવી હતી. કોઠારીયા સોલ્વન્ટ સહિતના ઘણા વિસ્તારોમાં ૬ દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ ભભૂકયો હતો. કમિશ્નર મીટીંગમાં હોય આ અંગે ડે.કમિશ્નર ચેતન નંદાણીને જયારે રજુઆત કરવામાં આવી ત્યારે પોતે આ ઝોન સંભાળતા નથી મને રજુઅત નહિ કરવાની એમ કહેતા કોંગી આગેવાનો ઉકળી ઉઠ્યા હતા. અને કમિશ્નરની ગેરહાજરીમાં કમિશ્નરને સંબોધીને કરેલી રજુઆત તમારે સાંભળવી જ પડશે ઉગ્ર શાબ્દીક ટપાટપી બાદ ડે. કમિશ્નરની શાન ઠેકાણે આવી ગઈ હતી. અને રજુઆત સાંભળી સંબંધીત અધિકારીને પ્રશ્ર્ન હલ કરવા તાકીદ કરવાની ફરજ પડી હતી.

વોર્ડ ૧૮માં પાણીના ધાંધીયા પ્રશ્ર્ને વખતોવખત ટોળા સાથે કમ્નિરને ઘેરાવ કરવામાં આવેલ છે આજે વધુ એક વખત આ અંગે ટોળુ ઘસી આવવાના કારણમાં તથ્ય હતુ કારણ કે વોર્ડ ૧૮માં મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા ૨૯ કરોડની યોજનાનું ખાતમૂહૂર્ત કયુર્ં હતુ જેનું સૂરસૂરીયું થઈ ગયું છે. અને ખાતમૂહૂર્ત બાદ યોજના ખોરંભે પડી છે અને ગોકળગાયની ગતિએ ચાલે છે. અને કોઠારીયામાં હાલ નર્મદાનું પાણી વિતરણ ગ્રામ્ય કક્ષાએથી થતા કોઠારીયા જૂથ યોજનામાં નર્મદાનું નીર ઝાંઝવાના જળ સમાન થતા ૧૩ કલાકમાંથી ૮ કલાક પાણી નર્મદાનું મળતા ઉનાળાના પ્રારંભે પાણીના ધાંધીયા શ‚ થતા ત્યારે મુખ્યમંત્રીના તાજેતરમાં કરાયેલા ઉચ્ચારણો જેમાં રાજકોટને દરરોજ નિયમિત પાણી કાપ વગર પાણી અપાશે. તે વાત હવામાં રહી અને મુખ્યમંત્રીના રાજકોટમાં પૂરતું પાણી આપવામાં પાણી પૂરવઠા બોર્ડ અને મહાનગરપાલીકા માયકાંગલુ પૂરવાર થયું છે. આ અંગે સીટી ઈજનેર ગોહેલે જણાવ્યું કે ડી.આઈ. લાઈનોનું કામ હજુ બે ત્રણ વર્ષ ચાલશે ત્યાંસુધી મુશ્કેલીઓ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.