વોર્ડ નં.૧૭માં આવેલી વોર્ડ ઓફિસમાં અધિકારીઓની નિંભરતાના કારણે અનેક નાગરિકો પરેશાન થઈ રહ્યાં છે. આ ઓફિસે અધિકારીઓને આવવાનો સમય ૯:૩૦ વાગ્યાનો છે પરંતુ અધિકારીઓના કામકાજ ઉપર કોઈ નજર રાખનારું ન હોય તેમ અહીં ઓફિસ ૧૧:૦૦ વાગ્યે પણ બંધ રહે છે.પરિણામે વહેલી સવારથી ડસ્ટબીન લેવા સહિતના કામ માટે આવેલા લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. આ ઓફિસે સીનીયર સીટીઝનથી લઈ તમામ લોકો આવતા હોય છે. આજરોજ વોર્ડ નં.૧૭ની વોર્ડ ઓફિસએ લોકો વેરો ભરવા માટે અને ડસ્ટબીન લેવા માટે સવારના ૧ થી ૧:૩૦ કલાકથી લાઈનમાં ઉભા હતા અને એટલું જ નહીં આ વોર્ડ ઓફિસએ ડસ્ટબીન લેવા જવા માટેનો સમય જનતાને મોબાઈલમાં મેસેજ મળ્યો હતો. એટલે એ સમયે જ પ્રજાએ વોર્ડ આફિસે આવી હતી. પરંતુ અધિકારીઓ જ સમયને બેધ્યાન કરી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે અને તંત્રએ સજાગ થવાની જ‚રી છે. એટલું જ નહીં પ્રજા પોતાનો સમય અને કામ એક તરફ રાખી નક્કી કરેલા સમયએ પહોંચે છે અને દૂર વિસ્તારથી આવીને લોકો ત્યાં અધિકારીઓનો ઈંતજાર કરી રહ્યાં છે. ત્યારે અધિકારીઓ હાજર ન રહેતા લોકોએ એવી માંગ ઉઠાવી છે કે સમય પ્રમાણે અધિકારીઓ આવે તો સા‚ રહે.
વોર્ડ નં.૧૭ની વોર્ડ ઓફિસે ૧૧ વાગ્યે પણ તાળા!
Previous Articleતાહિર અને ફિરોજને ફાંસી, સાલેમને આજીવન કેદ
Next Article હવે નોકરી મેળવવા મામુ નહિ બનાવી શકાય…