મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૫માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની સને ૨૦૧૮-૧૯ની ગ્રાન્ટમાંથી ગંજીવાડા વિસ્તારમાં આવેલ મહાકાળી ચોક ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને ડે.મેયર અશ્વિનભાઈ મોલિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
વોર્ડ નં.૧૫ ગંજીવાડા વિસ્તારમાં આવેલ મહાકાળી ચોકમાં પેવિંગ બ્લોક નાખવાનુંકામ કરવામાં આવશે. આ કામગીરી ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. તેમજ આ વિસ્તારના વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, પૂર્વ કોર્પોરેટર પાચાભાઈ વજ્કાણી, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈચાવડા, વોર્ડ પ્રમુખ ભીખુભાઈ ડાભી, વોર્ડ મહામંત્રી રત્નાભાઈ મોરી, સોમાભાઈ ભાલીયા, વોર્ડ અગ્રણીઓ હસુભાઈ છાંટબાર, છગનભાઈ ભુસડીયા, વિનોદ કુમારખાણીયા, ધીરૂભાઈ વજ્કાણી, હિતેશભાઈ સરવૈયા, કાળુભાઈ વજ્કાણી, રાજુભાઈ મકવાણા, પુનાભાઈ ડાભી, મયુરભાઈ વજ્કાણી, સંજયભાઈ વજ્કાણી, ભાવેશભાઈ ચૌહાણ, ભુપતભાઈ ચૌહાણ, વસંતભાઈ સોલંકી, ધનજીભાઈ મકવાણા, આર્યન મકવાણા,મુકેશભાઈ, અશ્વિનભાઈ માલકીયા, શૈલેશભાઈ રાજપરા, દિલીપભાઈ રાજપરા, ઘનશ્યામ મહારાજ, સાવનભાઈ, બીજલબાપા મકવાણા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્તિ રહ્યા હતા.