લીફટનો ઉપયોગ કરવા જતા આધેડનું મોત: કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની લેખીત રજુઆત
વોર્ડ નં.૧૩ માં આવેલ વીર નર્મદ આવાસ યોજનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગઇકાલે સવારના ૬ વાગ્યે હસમુખભાઇ રતનસિંહ નાગર નામના આધેડ પાંચમાં માળેથી લીફટમાં નીચે આવવા માટે લીફટનો ઉપયોગ કરવા લીફટનું બટન દબાવતા ડીજીટલમાં પાંચમો માળ બતાવ્યો અને તેઓને લીફટ આવી ગય હોય તેમ જાણી પોતે દરવાજો ખોલતા પાંચમા માળેથી સીધા ગ્રાઉન્ડ ફલોર ઉપરની લીફટ આવી ગય હોય તેમ જાણી પોતે દરવાજો ખોલતા પાંચમા માળેથી સીધા ગ્રાઉન્ડ ફલોર ઉપરની લીફટ ઉપર નીચે પટકાયેલ કારણ કે લીફટ તો આવેલ જ ન હતી જેઓને તાત્કાલીક સીવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ પરંતુ ત્યા તેમનું મૃત્યુ થયું ખરેખર લીફટના સેન્સરની ખામીને કારણે અને અંધારુ હોય જેના કારણે આવી દુ:ખદ ઘટના બની જે કવાર્ટર બન્યાં તેને થોડો સમય જ થયો છે અને હજુ કવાર્ટર સોંપવામાં પણ નથી આવેલ એક મહીનાના સમય ગાળામાં તંત્રની ધોર બેદરકારી સામે આવી છે.
છેલ્લા એક મહીનાથી અહીના રહેવાસીઓ લીફટ અંગે તંત્રને રજુઆત કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ રજાના માહોલમાં મશગુલ હોય તેમ આ લોકોની વાતને ઘ્યાને ન લેતા આ દુધટના બનવા પામી છે.
આ ઉપરાંત આ આવાસ યોજનાની બાજુમાં પીવાના પાણીના કનેકશન હજુ દેવામાં આવેલ નથી તેમજ બાજુમાં આવેલ એક ફાઉન્ડ્રી ના માલીકે આવાસ યોજનાની દિવાલ તોડી પોતાના પતરાની દિવાલ ઉભી કરેલ છે. અને પોતાના મજુરોના રહેણાંકનો દરવાજો પણ આવાસ યોજનમાં કરેલ છે. જેથી કારખાનામાં કામ કરતા તમામ મજુરો રાત્રીના સમયે આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં નશો કરેલી હાલતમાં જોવા મળે છે. જેની પણ રજુઆત કરેલ છે.
દિવાલની બાજુમાં બે એસીડની મોટી ટેન્કો રાખવામાં આવેલી છે જેમાં રોજ હજારો લીટર એસીડ ઠલવવામાં આવે છે અને તે એસીડની દુગંધ આવાસ યોજનાના માલીકો સુધી પહોચે છે. અને લોકો પરેશાન થાય છે. ગરીબ લોકોના પરસેવાના પૈસો લીધેલ આ આવાસો ફકત એક મહીનામાં લોકો માટે એક માથાના દુખાવા સમાન બની ગયા છે.
આ ઉપરાંત ઉપરના પાણીના ટાંકા ફાટી ગયેલ છે મોટી તીરાડો પડી ગયેલ છે. જેના રીપેરીંગ માટેઆ લોકોએ રજુઆત કરેલ પરંતુ કોઇ પગલા લેવામાં આવેલ નથી. અગાઉ જે રીતના તુટેલ એવી દુધટનાનું પુનરાવર્તન અહિયા ન થાય અને મોટે અકસ્માત ન થાય તે માટે તંત્રદ દ્વારા તાત્કાલીક યુઘ્ધના ધોરણે સમાર કામ કરવા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે લેખીત રજુઆત કરી છે.