વોર્ડ નં.૧૫માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ ધારાસભ્યશ્રી અરવિંદભાઈરૈયાણીની સને ૨૦૧૮-૧૯ની ગ્રાન્ટમાંથી નવા થોરાળા વિસ્તારમાં સી.સી. રોડ કરવાનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી અને ડે.મેયર અશ્વિનભાઈ મોલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
નવા થોરાળા શેરી નં.૦૫ તા શેરી નં.૧૫માં સી.સી. રોડ કરવામાં આવશે. આ કામગીરી ધારાસભ્ય શ્રીઅરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. તેમજ આ વિસ્તારના વિસ્તારવાસીઓને વધુ સારી રસ્તાની સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ ભીખુભાઈડાભી, મહામંત્રી રત્નાભાઈમોરી, પૂર્વ કોર્પોરેટર પાચાભાઈ વજ્કાણી, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, શહેર બક્ષીપંચ મોરચો મહામંત્રી સોમાભાઈ ભાલીયા, નાનજીભાઈ પારઘી, છગનભાઈ ભુસડીયા, હસુભાઈ છાંટબાર, વિનોદભાઈ કુમાર ખાણીયા, વિક્રમસિંહ જાડેજા, ઉજેશભાઈ દેસાણી, અશોકભાઈ બોરીચા, કાળુભાઈ મુંધવા, કનુભાઈ મેવાડા, મનોજભાઈ બોરીચા, રાજુભાઈ બોરીચા વિગેરેતા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્તિ રહ્યા હતા.