વોર્ડ નં.૧૩માં પ્રેશર કુકરના નિશાન સાથે ચૂંટણી લડતા સંજયસિંહ વાઘેલાને મત આપવા અપીલ

વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવાનું લક્ષ્ય: સંજયસિંહ વાઘેલા અને કાર્યકરો અબતકના આંગણે પધાર્યા

વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૭ને રવિવારના રોજ મતદાન થનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સંજયસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ પેટા ચૂંટણીમાં તેઓનો ભવ્ય વિજય થાય તે માટે ‘અબતક’ના આંગણે પધારેલા સંજયસિંહ વાઘેલાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ સૌપ્રથમ વોર્ડ નં.૧૩ના પડતર પ્રશ્નો, રોડ-રસ્તાના કામો, ભૂગર્ભના કામો વગેરેને પ્રથમ પ્રાધાન્ય આપશે. તેઓની સાથે ૭૦૦થી વધુ કાર્યકરોની ટીમ સંજયસિંહ વાઘેલાને વિજયી બનાવવા મહેનત કરી રહી છે. વાઘેલા છેલ્લા ૨૦ વર્ષથી આ વિસ્તારમાં સતત સક્રિયપણે કામ કરી રહ્યાં છે. પોતાના સરળ સ્વભાવ, સફળ નેતૃત્વ, સંગઠનમાં માહિર, બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હોય, સોસાયટીના પ્રશ્નો માટે સતત જાગૃત રહ્યાં છે.

દરેક સમાજના સામાજીક પ્રશ્નોનું પોતાની કુનેહપૂર્વક નિરાકરણ લાવે છે.

ધાર્મિક વિચારો થકી શિવ ઉપાસક અને દાણીધાર ધામ જેવી ધાર્મિક જગ્યા સાથે સંકળાયેલા છે. રાજકોટની સુપ્રસિધ્ધ ખોડિયાર ભવાની ગરબી મંડળ અને ગણપતિ ઉત્સવ જેવા માયાણી ચોકમાં ધાર્મિક આયોજનો કરી સતત લોકોને જોડી સમરસતાના ભાવ સાથે લોકોની વચ્ચે રહ્યાં છે. સમાજ સેવા અને દેશભક્તિના રંગે રંગાયેલા અને ભાઈચારાની ભાવના ધરાવતા સંજયસિંહ વાઘેલા પોતાની કોઠાસુઝથી લોકહિતના કાર્યો કરી રહ્યાં છે ત્યારે તેમના નિશાન પ્રેશર કુકરને જંગી
મત આપી વિજયી બનાવવા હાકલ કરી છે.

આજે ‘અબતક’ના આંગણે વોર્ડ નં.૧૩ના અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલા સાથે વિસ્તારના આગેવાનો સંજયભાઈ અજુડીયા, વિજયભાઈ વાંક, શૈલેષભાઈ ઠુંમર, રવજીભાઈ ખીમસુરીયા, ચંદ્રેશસિંહ ડોડીયા, મોહનભાઈ શીંગાળા, ધવલભાઈ પાંભર, છગનભાઈ ચાવડા, અરવિંદભાઈ વોરા, કમલેશભાઈ કોઠીવાર, બળવંતસિંહ સોલંકી, રમેશભાઈ ડાભી, પ્રકાશભાઈ વેજપરા, કરશનભાઈ મુછડીયા, ગેલાભાઈ મુછડીયા, મંગલભાઈ મુછડીયા, નાનજીભાઈ દવેરા, સત્તારભાઈ નકાણી, સુલતનાભાઈ, ઈકબાલભાઈ, હાજીભાઈ, અયુબભાઈ પતાણી સહિતના પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.