હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, વોર્ડ નં.૧૩માં મનસુખભાઈ ઉધાડ તેમજ પ્રતાપભાઈ ડોડીયા કોમ્યુનિટી હોલનું રીનોવેશનની કામગીરી પૂર્ણ ઇ ગઈ છે.
બેકબોન કોમ્યુનિટી હોલને રીનોવેશન કરવું ખુબ જ જરૂરી જણાતા તંત્ર તથા શાસક પક્ષ સાથે રજૂઆત કરવામાં આવી હતી તે અનુસંધાને રીનોવેશન કરવાનું મંજુર તથા લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરેલ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
રીનોવેશનની કામગીરી દરમ્યાન જુદા જુદા પ્રસંગો માટે બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. રીનોવેશન કામગીરી પૂર્ણ થયેલ હોય રાજકોટ મનપાની વેબસાઈટ www.rmc.gov.in પરી ઓનલાઈન બુકિંગ સુવિધા એસ્ટેટ શાખામાં બુકિંગ થઇ શકશે. જેની નોંધ લેવા આ વોર્ડના તેમજ શહેરના તમામ નગરજનોને જાણકારી આપવામાં આવી હતી. આ કામ પૂર્ણ થતા લોકોના પ્રશ્નો હલ થશે. તેમજ આ કોમ્યુનિટી હોલમાં પાયાની જેવી કે લાઈટ, પાણી, લીફ્ટ, કર્સર મશીન, વિક્રીફાઈડ ટાઈલ્સ, તેમજ આખા કોમ્યુનિટી હોલને કલર કામ તથા રસોડાનું નવિનીકરણ વિગેરે તથા આ કોમ્યુનિટી હોલ એક નવું રૂપ રંગ આપવામાં આવ્યું છે.
હાઉસીંગ કમિટીના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર દ્વાર રીનોવેશનની માંગણી મંજુર કરવા બદલ મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર તેમજ એસ્ટેટ શાખાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.