સીતાજી ટાઉનશીપ પાસે આકાર પામેલા ગાર્ડનને ખૂલ્લુ મુકતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.11ના સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ સીતાજી ટાઉનશીપ પાસે ઓર્બિટ બેરીંગ ઇન્ડિયા પ્રા.લી. દ્વારા લોક ભાગીદારીથી નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ   રાજ્યના સામાજીક ન્યાય અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

આ બગીચામાં આશરે 3114 ચો.મી. જેટલી જગ્યામાં અંદાજીત રૂ.1.66 કરોડના ખર્ચથી પી.પી.પી. ધોરણે ગાર્ડન ડેવલોપ કરી તેની જાળવણી અને નિભાવણી કરવાનું આ કામ ઓર્બિ બેરીંગ ઇન્ડિયા પ્રા.લી. દ્વારા કરાયેલ છે. બગીચામાં 43 ચો.મી.માં વોટર બોડી , 614 ચો.મી.માં વોક વે/જોગીંગ ટ્રેક, 280 ચો.મી.માં સીટીંગ એરીયા, 342 ચો.મી.માં બાલક્રીડાગણ, 62 ચો.મી.માં લીલી પુલ 46 ચો.મી.માં મેડીટેશન ગજેબો, 177 ચો.મી.માં પ્લાન્ટિંગ બેડ(ફ્લાવર બેડ), 161 ચો.મી.માં પ્લાન્ટેશન(પેરીફેરી), 1182 ચો.મી.માં લોન વિસ્તાર, 58 ચો.મી.માં અધ્યતન ટોયલેટ(લેડીઝ/જેન્ટ્સ), અને  143 ચો.મી.માંપાર્કિંગ એરીયા જેવી સુવિધા છે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં.11ના કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, જનભાગીદારીથી બગીચો બનાવવામાં જેનો સહયોગ છે તેવા દિલીપભાઈ લાડાણી, આર.પી.જાડેજા, વિનેસભાઈ પટેલ, નિરજભાઈ પટેલ, તેમજ વોર્ડના મહામંત્રી સંજયભાઈ બોરીચા, પ્રવિણભાઈ પાઘડાર, કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શિંગાળા તેમજ પ્રદેશ અગ્રણી વિજયભાઈ કોરાટ, તેમજ સ્થાનિક અગ્રણી ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, સંજયભાઈ દવે, મહેશભાઈ પીપળીયા, રસિકભાઈ મુંગરા, ધર્મેશભાઈ સોલંકી, મયુરીબેન ભાલાળા  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.