વોર્ડ નં.૦૪ અને ૦૬ની વોર્ડ ઓફિસ તથા વિસ્તારમાં સફાઈ કામગીરી સંદર્ભ સરપ્રાઈઝ ચેકિંગ કરતા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા.
રાજકોટ શહેરને વધુ ને વધુ સ્વચ્છ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ છે. તેવા જ એક ભાગરૂપે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા દ્વારા વોર્ડ નં.૦૪ તથા વોર્ડ નં.૦૬ની વોર્ડ ઓફિસ તથા વિસ્તારમાં વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ કરેલ. આ અંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ જણાવેલ છે કે, વોર્ડ નં.૦૪ અને ૦૬ની વોર્ડ ઓફિસમાં તથા વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ, તેમજ હાજર અને ગેરહાજર કામદારોની માહિતી મેળવવામાં આવેલ તથા કામગીરી સંદર્ભ સફાઈ કામદારોને સુચના આપવામાં આવેલ તથા વિસ્તારમાંથી આવતી સફાઈ અંગેની ફરિયાદ અંગે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓને ફરિયાદનો નિકાલ ઝડપથી કરવા પણ સુચના આપવામાં આવેલ.
જુદા જુદા વિસ્તારોમાં ટીપરવાન કચરો બરોબર લે છે કે નહી તે સંદર્ભ માહિતી મેળવેલ તેમજ ટીપરવાનનો સમય વહેલો કરવા અંગે સંબંધિત કર્મચારીઓને સુચના આપવામાં આવેલ. તેમજ આગામી ચોમાસાની ઋતુ ધ્યાને લઇ કચરા ઉપાડવા સંદર્ભ કોઈ ફરિયાદ ન આવે તે બાબતે સઘન સફાઈ કામગીરી કરવા તેમજ વિસ્તારમાં કચરાના ઢગલા હોય તે ઝડપથી ભરી લેવા જેથી ચોમાસામાં પાણીને સંદર્ભ કોઈ રોગચાળો ન થાય તેમજ પાઈપગટરોની સફાઈ બાકી હોય ત્યાં સત્વરે સફાઈ કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે. આગામી ચોમાસા ઋતુ ધ્યાને લઈ વિસ્તારોમાં મેલેથીઓન પાઉડરનો
છંટકાવ કરવા પણ સુચના આપવામાં આવેલ છે. વિસ્તારમાં રહેલ વોકળાની પણ સફાઈ થઈ ગયેલ છે કે નહી તે અંગે સ્થળ તપાસ કરવામાં આવેલ તથા વોકળાની આજુબાજુ જો કચરો બાકી હોય તો સત્વરે ઉપાડી લેવા પણ સુચના આપવામાં આવેલ.
આ મુલાકાત દરમ્યાન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વોર્ડના આસી. એન્જીનીયર તથા વોર્ડના એસ.આઈ. તથા એસ.એસ.આઈ. ઉપસ્થિત રહેલ.